Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદમાં ૧૦ દિવસમાં ૧૧૫ સુપર સ્પ્રેડર કોરોના સંક્રમીત મળ્યા

શાકભાજી વેંચનાર, પેટ્રોલ પંપ કર્મી, દુધવાળા, દુકાનદારોનું સ્ક્રીનીંગ કરાયેલ

અમદાવાદઃ છેલ્લા ૧૦ દિવસોમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગની ટીમોએ સ્ક્રીનીંગ કરી ૧૧૫ કોરોના સંક્રમીત સુપર સ્પ્રેડર ગોતી કાઢયા છે. આ એક મોટી સફળતા છે, તેની ઓળખ ન થઇ હોત તો તેમના દ્વારા હજારો લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો હતો.

અમદાવાદ મહાનગરપાલીકાની વિવિધ ટીમો દ્વારા શહેરમાંથી ૭૭૯૩ સુપર સ્પ્રેડરનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. લક્ષણોને આધારે ૨૦૯૮ ટેસ્ટ કરવામાં આવેલ. તેમાંથી ૧૧૫ લોકો સંક્રમીત મળ્યા હતા. કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા મુજબ સામાન્ય વ્યકિતને જો કોરોના થાય તો તે એક મહિનામાં ૪૦૦ લોકોને ચેપ લગાડી શકે છે. અને જો કોરોના સંક્રમણ સુપર સ્પ્રેડરને લાગે તો તે એક મહિનામાં હજારોને સંક્રમીત કરી શકે છે. તેમ રાજસ્થાન પત્રિકાનો હેવાલ જણાવે છે.

સુપર સ્પ્રેડરને  ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશન જાગુરૂકતા અભિયાન ચલાવી રહી છે. શહેરમાં દુકાનદારો અને શાકભાજી વેચતા લોકોને સંક્રમણથી બચવા અને જાગુરૂકતા માટે નિઃશુલ્ક પોસ્ટર વિતરણ કરાશે. કમિશ્નરે લોકોને અપીલ કરેલ કે તેઓ વસ્તુની ખરીદી પહેલા સર્તકતા અને સાવધાની રાખે. જો વસ્તુ વેંચનાર પાસે માસ્ક, ગ્લોઝ અને સેનેટાઇઝરની વ્યવસ્થા ન હોય તો તેની પાસેથી ખરીદી ન કરવી જોઇએ.

(11:47 am IST)