Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

પેન્શનરોને હયાતિની ખરાઇ કરાવવા માટેની મુદત વધી

લાખો પેન્શનરો માટે સરકારનો રાહતરૂપ નિર્ણયઃ ઓગષ્ટ સુધીમાં ખરાઇ ન કરાવે તો સપ્ટેમ્બરથી પેન્શન અટકશે

રાજકોટ તા.૩૦ : રાજય સરકારે પેન્શનરો માટે પોતાની હયાતિની ખરાઇ કરાવવાની મુદતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઇકાલે નાણા વિભાગના નાયબ સચિવ કે.કે. પટેલ (પેન્શન અને તિજોરી)ની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન અમલમાં છે. આથી, પેન્શનરોને વાર્ષિક હયાતિની ખરાઇ કરાવવામાં મુશ્કેલી ન પડે તે માટે હયાતીની ખરાઇ માટેના સમય ગાળામાં ફેરફાર કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પેન્શનરોની વાર્ષિક ખરાઇ મે મહિનામાં કરાવવાને બદલે જુન મહિનામાં કરાવવાનું ઠરાવવામાં આવે છે. ઉપરાંત, જે પેન્શનરો જુન મહિનામાં હયાતિની ખરાઇ ન કરાવી શકે તેઓ જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં પણ હયાતીની ખરાઇ કરાવી શકે છે.ઉપરાંત, વંચાણે લીધેલ કમ (પ) ઉપરના ઠરાવ અન્વયે રાજય સરકારનાં પેન્શનરો/કુટુંબ પેન્શનરો Jeevan Pramaan Portal (www.jeevanpramaan.gov.in) પર પણ Online હયાતીની ખરાઇ કરાવી શકે છે.  આમ, સનેર૦ર૦ માં જુન, જુલાઇ કે ઓગસ્ટમાસમાં હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સપ્ટેમ્બર માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવા પાત્ર થશે.

(10:47 am IST)