Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

કોરોના અને સંગીત(૧)

સવારે સ્વરોની સાધના કરો, ૩૦ મિનિટ ગળાની કસરત શ્વાસનક્રીયા નિયંત્રીત કરી ફેફસાની શકિત વધારશે

પ્રિય વાચક મિત્રો...

આજે આખો દેશ કોરોના વાયરસના વંટોળમાં ફસાઇ ગયો છે. જયારે કોઇ પ્રાકૃતિક સંકટ આવે ત્યારે તે અમુક રાજ્યો કે અમુક દેશો પુરતુ જ સિમિત રહે છે. પણ આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. અને તેથી જ તેને Pandmic  (વિશ્વ વ્યાપી મહામારી) ગણાવી છે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધમાં જેટલા દેશો પ્રભાવિત થયા હતા તેના કરતા પણ વધુ દેશો સંક્રમિત થયા છે. આથી તેને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ ઘણા જણાવે છે.

ર૦૧૯ ડિસેમ્બરથી શરૂ થયેલા કોવિડ-૧૯ આજે પૂરા વિશ્વમાં ઉધમ મચાવી છે. તે ખતરનાક સાબિત થયો છે. કારણ કે તે આપણા સૌ માટે નવો છે. તેની આપણી પાસે કોઇ દવા નથી કે રસી નથી  અને હજુ શોધાઇ નથી. માટે જ પ્રિય મિત્રો ડોકટરો, પોલીસો, સરકાર અને આપણે સૌ સાથે મળીને તેને હંફાવવાનો છે. તેનાથી બચવાનું છે. અને બીજાને બચાવવાના છે.

મિત્રો આ વૈશ્વિક મહામારી આપણા માટે પડકાર રૂપ બની છે. આ વિકટ પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક સમતુલ જાળવવું અતિ આવશ્યક છે. શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અને કોરોનાથી બચવા WHO એટલે કે World Health Organization  દ્વારા મળતી માહિતીને કાળજી પૂર્વક અનુસરજો જેમ કે ઘરમાં રહેજો, જરૂર પડે તો જ બહાર નીકળજો, બહાર નીકળો તો મોઢે માસ્ક અને હાથમાં ગ્લોવસ, (મોજા) પહેરજો સોશ્યલ ડીસ્ટનસીંગ

એટલે કે બે વ્યકિત વચ્ચે ઓછામાં ઓછું ૧ મીટરનું અંતર રાખીને ઉભા રહેજો અથવા બેસજો વારંવાર સાબુથી હાથ ધોજો વગેરે વગેેરે...વળી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને આપેલી બધીજ માહિતીને અનુસરવી અતિ આવશ્યક છે.

આ બધી માહિતી વારંવાર ટી.વી.અને સમાચારપત્રમાં જણાવવામાં આવે છે. તેનું પાલન અતિ જરૂરી છે.

મિત્રો આ  તો થઇ આપણું શરીર તંદુરસ્ત રહે પણ સાથે-સાથે મન ને તંદુરસ્ત રાખવું ખૂબ જરૂરી છે. ઘરની ચાર દિવાલોમાં ભરાઇ રહેવું તેમ વિચારવાને બદલે ''ઇશ્વરે અમને તક oppertunity અને તે પણ સોનેરી તક આપી છે ! તેમ વિચારજો. મિત્રો આખી જીન્દગી ધંધાની નોકરીની દોડધામમાં પૂરી કરી આજે આપણને આપણા અધુરા સ્વપ્નો પૂરા કરવાનો અવસર મળ્યો છે.  માટે તમારા પરિવાર સાથે આનંદથી સમય ગાળો તમને ગાયન, વાદન, નૃત્ય, ચિત્રકામ આદિત્ય યોગ જેનો શોખ તેમાં સમય ફાળવો ખૂબ આનંદથી પરિવાર સાથે મોજ કરો.

મિત્રો હું પણ સવારે ઉઠીને મારો રિયાઝ કરૃં છું ભવિષ્યના, આગામી કાર્યક્રમો માટે નવા રાગો, ઠુમરી, દાદરા, શૈતી, ભજન, કજરી વગેરે તૈયાર કરૂ છું ''સંગીત આરાધના ભાગ-૮'' જે Ph.D ના વિદ્યાર્થીઓ માટે અને સંગીત રસિકગણ માટે ઉપયોગી છે તે લખું છું. મારા દિકરા ઋષતા સાથે સવારે ૧૧ થી ૧ર કસરત, યોગા કરૃં છું પરિવારના સભ્યો હિતેનભાઇ, સાસુ, પુત્રવધુ અને પૌત્રને ગમતી ભાવતી વાનગી પણ બનાવું છું. અને સૌથી મહત્વનું મારા શિષ્યો માટે ઓનલાઇન કલાસ પણ લઉં છું વિદ્યાર્થીઓ પણ ઘરમાં છે તેઓ પણ સારો સમય સંગીત સાથે પસાર કરે, માનસિક રોગો, ડિપ્રેશનનો ભોગ ન બને અને સંગીતની સાધના સાથે પ્રફુલ્લિત રહે.

પ્રિય વાંચક મિત્રો સંગીત એક વિજ્ઞાન પર આધારિત છે તેજ એક વિજ્ઞાન છે. તેની આરાધના અનેક રોગોનું નિવારણ કરેછે. પણ હાલ પુરતું કોરોના વાયરસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ ખતરનાક વાયરસમાં શ્વસન ક્રિયાને ઘણી અસર થાય તે માટે તેને મજબૂત કરવા ગળાની થોડી કસરતો બતાવું છે...

સારેગમ પધની સાં સ્વરોની સાધના કરો.દરેક સ્વરને ઉંડો શ્વાસ લઇને તમારી શકિત મુજબ એકએક સ્વરલંબાવો, તાનપુરા પર ગાવો. બેસુર ગવાય તો હાર્મોનિયમ લો. ત્યાર બાદ દરેક સ્વર ઉંડો શ્વાસ લઇ આકારમા લો. ત્યાર બાદ થોડી ધ્રુત (ઝડપી) લયમાં ગાવો અને ત્યાર બાદ એક શ્વાસમાં લેવાય તેટલી-વાર ''સારેગમ પધની સાં સાંની ધપ મગરેસ'' ગાવો જો તમે કલાકાર કે વિદ્યાર્થી હોય તો ત્યારબાદ તમારો રિયાઝ શરૂ કરો.

આ ૩૦મિનીટની ગળાની કસરત તમારી શ્વસન ક્રિયા નિયંત્રીત કરશે. તમારા ફેફસાની શકિત વધારો પ્રાણાયમની આ સાંગીતિક પ્રક્રિયા તમને તંદુરસ્ત અને આનંદિત બનાવશે તમારા લોહીનું ભ્રમણ વધારશે. અસ્થમાં હાર્ટનો પ્રોબલેમ, પાંચન શકિતનો અભાવ ફેફસાની નબળાઇ જેવા અનેક પ્રોબ્લેમમાં મદદરૂપ બનશે.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ yahoo.com  ઘરે રહો-તંદુરસ્ત રહો. અને આનંદિત રહો.

ડો. મોનિકા હિતેન શાહ

શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા

પીએચ.ડી. મ્યુઝીક આરાધના સંગીત એકેડમી

(9:19 am IST)