Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

કડી પાલિકા દ્વારા લોકડાઉન સમયગાળામાં પડી રહેલ 1700 કિલો જેટલી અખાદ્ય વાનગીઓનો નાશ કરાયો

ફરસાણ તેમજ દૂધ અને માવા ની મીઠાઈઓની દુકાનોમાં તપાસ

 

કડી પાલિકા દ્વારા શહેરની કેટલીક ફરસાણની દુકાનોમાં લોકડાઉનના સમયગાળામાં પડી રહેલ 1700 કિલો જેટલી અખાદ્ય વાનગીઓનો નાશ કરવામાં આવ્યો.

કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસો થી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ફરસાણ અને માવાની વાનગીઓની દુકાનો બંધ હાલતમાં છે. બંધ હાલતમાં રહેલ ફરસાણ તેમજ દૂધ અને માવા ની મીઠાઈઓની દુકાનોમાં એક મહિના થી વધારે સમય થી વાનગીઓનો જથ્થો પડી રહ્યો છે.

હવે લોકડાઉનની સમયમર્યાદા પુરી થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક મહિના કરતા વધારે સમય થી પડી રહેલ અખાદ્ય વસ્તુઓ ને દુકાનદારો વેચી શકે નહીં અને લોકોનું આરોગ્ય જોખમાય નહિ તેના આગોતરા પગલાં રુપે પાલિકાના અધિકારીઓએ શહેરમાં આવેલી મીઠાઈ તેમજ ફરસાણ ની 17 થી 18 જેટલી દુકાનોમાં તપાસ કરી આરોગ્ય ને હાનિકારક હોય એવો અખાદ્ય મીઠાઈનો 1500 થી 1700 કિલો જેટલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કિંમત આશરે ચાર લાખ જેટલી થવા જાય છે.

નગરપાલિકાના સર્ચ ઓપરેશનમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્ય સહિતનો સ્ટાફ જોડાયો હતો અને મોટી માત્રા માં અખાદ્ય ચીજવસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો હતો.

(1:03 am IST)