Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદ શહેરમાં પહેલી અને બીજી મેએ રેડ એલર્ટ

આગામી ચાર દિવસ બળબળતી ગરમીની આગાહી : ગરમીનો પારો ૪૫ ડિગ્રીની આસપાસ રહે તેવી શકયતા રાજયના કેટલાક સ્થળોએ હિટવેવની અસર તીવ્ર વર્તાશે

અમદાવાદ,તા.૩૦ : અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી શકે છે. હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન કેવું રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે ૧લી મે અને ૨જી મેના રોજ શહેરમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી રહેશે. આ બન્ને દિવસને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ બે દિવસ બાદ શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ત્રીજીના રોજ ૪૩, ચોથીના રોજ ૪૨ અને પાંચમી મેના રોજ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. માહિતી મુજબ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી શકે છે.

            આ સાથે વિભાગે કહ્યું કે આગામી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સામાન્ય તામમાન કરતા ગરમીનો પારો ૩ ડિગ્રી વધુ વધશે. આ સિવાય હવામાન વિભાગે આગાહી કરતા માહિતી આપી કે અમદાવાદ સિવાય રાજ્યમાં ડીસા, વડોદરા, રાજકોટ, અને ગાંધીનગરમાં પણ હિટવેવ જોવા મળશે. તેથી લોકોને પૂરતી કાળજી રાખવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ હવે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગરમીનો પારો કેટલો હશે

અમદાવાદ, તા. ૩૦ : અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી શકે છે. હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન કેવું રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે.

તારીખ........................................ તાપમાન(ડિગ્રીમાં)

૧ મે .............................................................. ૪૫

૨ મે................................................................ ૪૫

૩ મે .............................................................. ૪૩

૪ મે................................................................ ૪૨

૫ મે................................................................ ૪૧

(9:40 pm IST)