Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ત્રીજી આંખ : ડ્રોન સર્વેલન્સની મદદથી ડેડીયાપાડા ટાઉનમાં પોલીસે દારૂનો વેપલો કરનાર તત્વો પર તવાઈ બોલાવી

 

(ભરત શાહ દ્વારારાજપીપળા :નર્મદા પોલીસ હવે ડ્રોનની મદદે દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકો ઉપર કાયદાનો કસંજો કસી રહી છે ત્યારે ડેડીયાપાડા ટાઉન વિસ્તાર માં લોકડાઉંન નું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ માટે ત્રીજી આખ સાબિત થયેલ ડ્રોન સર્વેલન્સ ની મદદ થી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેડીયાપાડા પોલીસ ટાઉન વિસ્તારમાં લોકોની બિનજરૂરી ચહલ પહલ ઉપર બાઝ નજર રાખી રહી હતી તે દરમિયાન ડેડીયાપાડા થાણા ફળિયામાં સંગીતાબેન કમલેશભાઈ અમરસિગના ઘર પાસે બિનજરૂરી ગતિવિધિ દેખાતી હોય પોલીસે ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા તેમના ઘર માંથી દેશી દારૂ મળી આવેલ તથા ઘરના પાછળના ભાગેથી વોશ મળી આવેલ હોઇ તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  આમ દારૂ જુગારની બદીને ડામવા માટે તથા લોકડાઉન નું પાલન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ડેડીયાપાડા પોલીસ હવે વિડિયોગ્રાફી તથા ડ્રોન કેમેરા જેવી હાઈટેક ટેકનોલોજી નો ઉપયોગ કરી રહી છે.જેના દ્વારા બેનબરીયાઓ માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

(12:03 am IST)