Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

કોરાના વાયરસ સામેના જંગમાં એક નજર યહાઁ ભી....!!! ગરીબ હૈં સાહેબ,ગૈર જિમ્મેદાર નહિ. :માસ્ક સાથે માઁ ની મમતાનું આવરણ :

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :સોસિયલ મીડિયામાં વાયરલ થતી ઘણી વાતો આપણને ભણેલાઓને પણ કંઈક અદભુત વિચાર અને ઉંચા વિચાર આપી જાય એવા ય મેસેજ આવતા હોય છે.સમજદારી કોઇ મોટી પદવીઓ કે વિદ્વતા પૂરતી જ સીમિત નથી હોતી..શાયદ સુશિક્ષિત.. ભણેલા ગણેલાઓમાં પણ જેની ખોટ હોય એ સમજદારી અભણ,નિરક્ષર અને ક્યારેય શાળાએ પણ નહીં જનારના સમજણના હદયમાંથી સ્ફુરે છે.આ એક જ મેસેજ એ સમજવા માટે પૂરતો છે.ઘરના કપડામાંથી સોઈ દોરો લઈ બનાવેલ આ માસ્ક એની માઁ એ બનાવ્યો છે એના ગુણગાન પણ આ મેસેજમાં કહેવાનું જાણે આ કિશોર ભુલ્યો નથી.અપાર ઉપકાર જો કોઇના હોય તો દરેક સંતાન માટે એના માબાપના હોય છે.. એમાં ય માં નું સ્થાન બીજું કોઈ જ લઈ શકે નહીં..ઈશ્વર પણ નહીં..!!!! અક્ષરશઃ મેસેજ અહીં રજૂ કરેલ છે...

માસ્ક જૈસા ભી હૈ, માઁ ને બનાયા હૈ

ગરીબ હૈસાહેબ,ગૈર જિમ્મેદાર નહિ..

...વાહ કયા ઉમદા ખયાલ હૈં, ઇસ કો સમજદારી બોલતે હૈં!!!!!!

(11:58 pm IST)