Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

હનિમૂન કરવા ગયેલુ વાપીનું તબીબ દંપતી લોકડાઉનમાં ઓસ્ટ્રેલિયાના ટાપુ પર ફસાયુ

વિડિઓ વાયરલ કરીને ટાપુ પરથી ઓસ્ટ્રેલિયા શિફ્ટ કરાય અને ભારત પરત લાવવા મદદનો પોકાર કર્યો

 

વલસાડ :કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. કારણે અનેક લોકો કોઈને કોઈ દેશોમાં ફસાયા છે. ત્યારે વાપી શહેરનું એક નવપરણીત કપલ હાલ ઓસ્ટ્રેલિયામાં ફસાયુ છે. તબીબ કપલ હનિમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયું હતું, અને લોકડાઉનને કારણે ગત એક મહિનાથી ફસાયું છે.

 હનિમૂન પર ગયેલ નવપરણિત તબીબ દંપતી હાલ ઓસ્ટ્રેલિયાના એક ટાપુ પર ફસાયું છે. વાપીનું તબીબ દંપતી લગ્ન બાદ હનિમૂન પર ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વનુઆતું ટાપુ પર ગયું હતું. 15 માર્ચે તેઓ વાપીથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા અને 24 માર્ચે તેઓ પરત ફરવાના હતા. તેઓ ભારત આવવા નીકળે તે પહેલા લોકડાઉનની જાહેરાત થઈ હતી અને કારણે કપલ હવે ટાપુ પર ફસાયું છે. એક મહિનાથી લાંબા સમયથી લોકડાઉનને કારણે તબીબ દંપતી ભારત પરત આવી શકતુ નથી.

બીજી તરફ, તબીબ દંપતીના વાપીમાં રહેતા પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. ટાપુ પર ફસાયેલા તબીબ દંપતીએ વીડિયો વાયરલ કરી સરકાર પાસેથી મદદ માંગી છે. વીડિયોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મદદ માટે આજીજી કરી છે. તબીબ દંપતી વાપી અને વલસાડની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

વીડિયોમાં તેઓએ કહ્યું કે, લોકડાઉનને કારણે ઓસ્ટ્રેલિયામાં ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. અહી કોઈ ઈન્ડિયન એમ્બેસી પણ નથી. વીડિયો દ્વારા અમે ભારતીય સરકારને અપીલ કરી છીએ કે, અમને ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ કરાય. લોકડાઉનન જરૂરી છે, પણ ભારતીય લોકોને પરત આવવા માટે કોઈ સુવિધા કરાય એવુ અમે ઈચ્છીએ છીએ. પ્લીઝ ઈન્ડિયન એમ્બેસીમાંથી કોઈ અમારો સંપર્ક કરે.

(11:41 pm IST)