Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અદભૂત ખગોળીય દ્રશ્ય :આણંદના કુંજરાવમાં પૃથ્વી પાસેથી પસાર થઇ ઉલ્કા !! નજારો કેમેરામાં કેદ કર્યાનો ખેડૂતનો દાવો

કુંજરાવ સીમના ખોબલીપુરાના ભિલેશ્વર વિસ્તારમાં ઉલ્કા દેખાયાની ઘટના

 

આણંદઃ 29 એપ્રિલના દિવસે પૃથ્વી પાસેથી વિશાળકાય ઉલ્કા પસાર થવાની હતી. આણંદના એક ખેડૂતનો દાવો છે કે તેણે ઉલ્કાનો નજારો જોયો હતો. તેણે નજારો કેમેરામાં કેદ કર્યો હતો. વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, એક વિશાળકાય ઉલ્કા પૃથ્વી પાસેથી પાસર થવાની હતી.

 

મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના ઉમરેઠ પાસે આવેલા કુંજરાવ સીમના ખોબલીપુરાના ભિલેશ્વર વિસ્તારમાં ઉલ્કા દેખાયાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ખેડૂતે ઉલ્કા દેખાયાનો દાવો કર્યો છે. અને ઉલ્કાના નજારાને કેમેરામાં કેદ કરી હોવાનું પણ જણાવે છે.
 
અત્રે ઉલ્લેખનયી છે કે હિમાલયથી અનેક ગણી મોટી ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ યૂકેના સમયાનુસાર 29 એપ્રિલની સવારે 10.56 વાગ્યે ઉલ્કાપિંડ પૃથ્વીથી માત્ર 3.9 મિલિયન મીલના અંતરેથી પસાર થઇ હતી. જોકે અંતર વધારે કહેવાય પરંતુ અવકાશમાં અંતર ઘણુ ઓછુ માનવામાં આવે છે. ઉલ્કાનું નામ Asteroid 1998 OR2 છે અને સદીના અંત પહેલા ફરી એકવાર તે પૃથ્વીની નજીકથી પસાર થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિજ્ઞાનીકો મુજબ 2029માં ઉલ્કા ફરીવાર પૃથ્વીના નજીકથી પસાર થશે.
ઉલ્કાને સંભવિત ખતરનાક વસ્તુ (PHO)ના રુપમાં વર્ગીકૃત કરવામાં આવ્યુ હતુ, કારણ કે તે 140 મીટરથી મોટો છે અને પૃથ્વીની કક્ષામાં પાંચ મિલિયિન મીલના વિસ્તારમાં આવ્યો હતો

(11:09 pm IST)