Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

નર્મદા જિલ્લા માટે મોટી રાહત :એક સાથે નવ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા

ડર કે ગભરામણ રાખ્યા વગર આ બિમારીનો સામનો કરવાનો લોકોને સંદેશો આપ્યો

રાજપીપળા:નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કોવીડ-19 ના દર્દીઓની સારવાર માટે બનાવેલા આઈસોલેશન હોસ્પીટલમાથી આજે એક શાથે 9 દર્દીઓ ને મુક્ત કરાતાં જીલ્લા ની પ્રજાને હાશકારો અનુભવ્યો હતો. સારવાર લઈ રહેલાં કુલ 11 દર્દીઓ પૈકી 9 દર્દીઓ ના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને આરોગ્ય વિભાગ દ્વારા તેઓ ને ડીસ્ચાર્જ આપવાનું નક્કી કરાયું હતું. આજે અત્રે ની કોવીડ-19 આયુર્વેદિક હોસ્પીટલેથી સ્વાગત સાથે વિદાય આપવામા આવી હતી. સાજા થયેલા તમામ દર્દીઓ ને આરોગ્ય વિભાગના વાહનોમા તેમના ગંતવ્ય સ્થાન સુધી મુકવામાં આવ્યા હતા. વિદાય લેતા તમામ દર્દીઓ એ આરોગ્ય વિભાગ અને હેલ્થવર્કરોનો આભાર માન્યો હતો અને ડર કે ગભરામણ રાખ્યા વગર આ બિમારીનો સામનો કરવાનો લોકોને સંદેશો આપવામા આવ્યો હતો.

નર્મદા જીલ્લાના પ્રથમ દર્દી કીરણ ભાઈ દ્વારા જણાવાયુ હતું કે સારવારની શાથે તમે મનોબળ મક્કમ રાખશો તો ઝડપ થી સાજા થઈ શકશો. રજા પામેલા દર્દીઓ પૈકી આરોગ્ય વિભાગ મા ડ્રાયવર તરીકે ભરુચ ખાતે ફરજ બજાવતા અને મુળ રાજપીપળા રજપૂત ફળીયા ના રહેવાશી મહેન્દ્રસિંહ રાવલજી નુ તેમના વિસ્તાર ના રહીશો દ્રારા ફુલો અને તાળીઓ વગાડી સ્વાગત કરવામા આવ્યુ હતુ. હાલ મા હવે માત્ર નર્મદા જીલ્લા ખાતે ભદામ ગામ ના શ્રેયાબેન પટેલ સારવાર હેઠળ છે, અને અન્ય એક મહીલા વૃદ્ધ દર્દી વડોદરા ના ગોત્રી ખાતે સારવાર હેઠળ છે.નર્મદા જિલ્લામાં 70 હજાર સિનિયર સિટીઝનો માંથી 40 હજાર જેટલા સિનિયર સિટીઝનોનું આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રીનિગ કરાયું છે.રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં ફલૂ ઓપીડી ચાલે છે.જે કોરોના દર્દીઓને રજા અપાઈ છે એમના વિસ્તારને 30 મી તારીખે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી મુક્તિ અપાશે.

(10:45 pm IST)