Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇને કોરોના પોઝિટિવ

ફરજ દરમિયાન ચેપ લાગ્યો હોવાની શકયતા

અમદાવાદમાં કોટ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી ગયા છે. જેને લઈને શહેરની અતિ મહત્વની મનાતી એવી ક્રાઇમ બ્રાન્ચને કોટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે.ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે ક્રાઇમબ્રાન્ચના એક પીએસઆઈને કોરોના પોઝિટિવ નોંધાયો છે. હાલ આ પોલીસ કર્મચારીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસોએ ડોકટરો, પોલીસ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફના લોકો પણ પોઝિટિવ નોંધાયા છે. ઘણા પોલીસ કર્મચારીઓ, ડોક્ટર અને મેડિકલ સ્ટાફ સારવાર બાદ સ્વસ્થ પણ થઇ ગયા છે. તેવામાં આજે વધુ એક પોલીસ વિભાગમાં નોંધાયો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇને તેમની ફરજ દરમ્યાન ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

(9:56 pm IST)