Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ગુજરાત : બીજી વખત ૩૦૦થી વધારે કેસ નોંધાતા તંત્ર ચિંતાતુર

કોરોનાના તાંડવ વચ્ચે કેસોની સંખ્યા વધીને ૪૦૮૨ સુધી પહોંચી : એકલા અમદાવાદમાં કેસો સંખ્યા વધી હવે ૨૭૭૭ સુધી પહોંચી છે : સુરતમાં ૩૧, વડોદરામાં ૧૫ અને આણંદમાં પ કેસો : ૯૩ લોકોને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાતમાં કોરોના તાંડવ આજે ગુરુવારના દિવસે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. આજે ગુજરાતમાં ૩૦૮ નવા કેસ નોંધાતા કેસોની સંખ્યા વધીને ૪૦૮૨ ઉપર પહોંચી હતી. એકલા અમદાવાદમાં આજે કેસનો જોરદાર વિસ્ફોટ થયો હતો અને ૨૩૪ કેસો સપાટી ઉપર આવ્યા હતા. આજે એક જ દિવસમાં રાજ્યમાં નવ લોકોના મોત થયા હતા આની સાથે જ મોતનો આંકડો ગુજરાતમાં વધીને ૧૧૨ પર પહોંચી ચુક્યો છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા ૧૯ એપ્રિલે ૩૬૭ કેસ નોંધાયા હતા. કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના ૩૦૮ નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૩૪, સુરતમાં ૩૧, વડોદરામાં ૧૫, આણંદમાં ૧૧, પંચમહાલમાં ૪, રાજકોટમાં ૩, નવસારીમાં ૩ ભાવનગરમાં ૨,  ગાંધીનગરમાં ૨,મહેસાણા, બોટાદ અને મહીસાગરના ૧-૧ કેસ સામેલ છે. જ્યારે અમદાવાદમાં ૯, વડોદરામાં ૩, સુરતમાં ૩ અને રાજકોટમાં ૧ મળીને કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા  છે.

              કુલ ૪૦૮૨ દર્દીમાંથી ૩૪ વેન્ટીલેટર પર અને ૩૩૨૪ની હાલત સ્થિર છે. જ્યારે ૫૨૭ દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૯૭ દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૯૪૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૦૮૨ના રિપોર્ટ પોઝિટિવ અને ૫૫૦૪૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી એક સારી બાબત એ છે કે, પોરબંદર, જામનગર અને મોરબીમાં એક પણ એક્ટિવ કેસ નથી. જો કે આ વાતથી ખુશ થવાની જરૃર નથી, પણ ખૂબ જ ધ્યાન રાખવાની જરૃર છે. લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં ૮૯૦૦ જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે. ટૂ વ્હીલર પર એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો સવાર હશે તો વાહન જપ્ત થશે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો વચ્ચેનો સંપર્ક ઘટે તે જરૃરી છે.

             ટૂ વ્હીલર પર એક જ વ્યક્તિએ જરૃર હોય તો બહાર નીકળવું જોઇએ. કારમાં બેથી વધુ લોકો સાથે બેસે તો સંક્રમણ થઇ શકે છે. જો ટૂ વ્હીલરમાં એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો હશે તો વાહન જપ્ત કરવામાં આવશે.  ગ્રીનઝોન વિસ્તારના લોકોએ પણ તકેદારી રાખવાની જરૃર છે. સંક્રમણ વધુ હોય ત્યાં સાવચેતીના ભાગરૃપે છૂટછાટ રદ કરવામાં આવી શકે છે. તેમજ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે નહીં તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં જરૃરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખોલવા મંજૂરી અપાઈ હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પંચમહાલમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા આદેશ કરાયો છે અને એસઆરપીની ટીમ મોકલવામાં આવી છે. સરકાર દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવશે, ૧મેથી ૫મે દરમિયાન ખરીદી કરાશે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પાણીની સ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે જિલ્લા કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ હેડપમ્પ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરાવવા માટે પણ જણાવાયું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૃ કરવામાં આવશે. સરકાર ૧ મેથી ૫ મે સુધી તુવેરની ખરીદી કરશે. આ માટે ૧ ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ઉપરાંત જે ખેડૂતો બાકી રહી ગયા છે તેવા ૧૨ હજાર ખેડૂતોને પણ તેનો લાભ મળશે. ગુજકોમાસોલ દ્વારા ચણા,રાયડાની ખરીદી કરાશે.  ૬ શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ,  ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.૩જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા રૃપાણીએ મંત્રીની બેઠક બોલાવી છે.

ગુજરાતમાં નવા કેસ....

બુધવારના દિવસે ૩૦૮ નવા કેસ

વિસ્તાર........................................................... કેસ

અમદાવાદ.................................................... ૨૩૪

સુરત.............................................................. ૩૧

વડોદરા.......................................................... ૧૫

આણંદ............................................................ ૧૫

પંચમહાલ....................................................... ૦૪

રાજકોટ........................................................... ૦૩

નવસારી.......................................................... ૦૩

ભાવગર.......................................................... ૦૨

ગાંધીનગર...................................................... ૦૨

મહેસાણા......................................................... ૦૧

બોટાદ............................................................ ૦૧

મહિસાગર....................................................... ૦૧

કુલ.............................................................. ૩૦૮

ગુજરાત : કોરોના કહેર

ગુજરાતમાં કેસોની સંખ્યા ૪૦૮૨

અમદાવાદ, તા.૨૯ : ગુજરાતમાં કોરોના કેસોમાં જોરદાર વિસ્ફોટની સ્થિતિ જારી રહી છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ................................................. ૨૭૭૭

વડોદરા........................................................ ૨૭૦

સુરત............................................................ ૬૦૧

રાજકોટ........................................................... ૫૮

ભાવનગર....................................................... ૪૩

આણંદ............................................................ ૭૧

ભરૃચ.............................................................. ૩૧

ગાંધીનગર...................................................... ૩૮

પાટણ............................................................. ૧૭

નર્મદા............................................................. ૧૨

પંચમહાલ....................................................... ૨૪

બનાસકાંઠા...................................................... ૨૮

છોટાઉદેપુર..................................................... ૧૩

કચ્છ............................................................... ૦૬

મહેસાણા......................................................... ૦૮

બોટાદ............................................................ ૨૦

પોરબંદર........................................................ ૦૪

ખેડા................................................................ ૦૬

ગીરસોમનાથ................................................... ૦૩

જામનગર........................................................ ૦૧

મોરબી............................................................ ૦૧

સાબરકાંઠા....................................................... ૦૩

મહીસાગર....................................................... ૧૧

અરવલ્લી........................................................ ૧૮

તાપી............................................................... ૦૧

વલસાડ.......................................................... ૦૫

નવસારી.......................................................... ૦૬

ડાંગ................................................................ ૦૨

સુરેન્દ્રનગર...................................................... ૦૧

કુલ    .......................................................... ૪૦૮૨

(9:48 pm IST)