Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

કલોલ પૂર્વમાં 22 વર્ષીય યુવકે ઘરમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર

કલોલ:ના પુર્વ વિસ્તારમાં રહેતા યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. શહેર પોલીસે ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે. કલોલ પૂર્વમાં પ્લોટ વિસ્તાર પાસે રહેતા યુવકે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. રર વર્ષિય સની ઉર્ફે ગુલો કાળાભાઇ ચાવડાએ ગઇકાલે બપોરે પોતાના ઘરમાં દુપટ્ટા વડે ફાંસો ખાદ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેમણે યુવકને સારવાર માટે કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના માતા-પિતા બહાર ગામ હતા. મૃતક યુવકને અગાઉ ગંભીર અકસ્માત થયો હતો. જેમાં તેના પગે ગંભીર ઇજાઓ થતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પગમાં અસહ્ય દુઃખાવો રહેતો હોવાથી તેનાથી કંટાળીને યુવકે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી લીધું હતું. ત્યારે બીજી તરફ એકના એક પુત્રના આપઘાતથી પરીવારજનો પર આભ તુટી પડયું હતું. શહેર પોલીસે મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી તેનો કબ્જો વાલીવારસોને સોંપી આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી. ઉલ્લેખનીય ે કે, કલોલમાં દિવસે દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા હોવાથી ચકચાર મચી ગઇ છે.

 

 

(6:39 pm IST)