Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ગાંધીનગરમાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની હડફેટે નિવૃત કર્મચારીનું મોત

ગાંધીનગર: શહેરના પહોળા રાજમાર્ગો ઉપર વાહનચાલકો રોકેટગતિએ પોતાના વાહન હંકારતાં હોય છે ત્યારે આજે વહેલી સવારે સે-૪માં રહેતા નિવૃત કર્મચારી પોતાના પાડોશી સાથે ઘ-રથી ગ-ર ના માર્ગ ઉપર ચાલવા નીકળ્યા હતા તે દરમ્યાન પાછળથી કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને તાત્કાલિર સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સે-૭ પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકને પાડવા દોડધામ શરૃ કરી હતી.

 


ગાંધીનગર શહેરમાં પહોળા માર્ગો ઉપર વાહનચાલકો બેફામ ગતિએ પોતાના વાહનો હંકારતા હોય છે જેના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે. તેમાં પણ છેલ્લા થોડા સમયથી હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે જેમાં વાહનચાલકો અકસ્માત સર્જીને ભાગી જવામાં સફળ થઈ રહયા છે. ગાંધીનગર શહેરના ઘ-રથી ગ-ર તરફજવાના માર્ગ ઉપર આજે સવારે થયેલી હીટ એન્ડ રનની ઘટનામાં સે-૪ના નિવૃત કર્મચારી ભોગ બન્યા છે.

(6:39 pm IST)