Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અમદાવાદ: એરલાઇન્સમાં નોકરી કરતી યુવતીની સિક્યુરિટી અધિકારીએ છેડતી કરતા અરેરાટી

અમદાવાદ:એરપોર્ટ પર એરલાઇન્સમાં નોકરી કરતી યુવતીની સિક્યુરીટી અધિકારીએ છેડતી કરી હતી. એટલું જ નહી યુવતી વશ નહી થતાં ખોટા મેઇલ કરીને મેનેજર સાથે પ્રેમ સબંધ હોવાની વાત વહેતી કરીને યુવતીને બદનામ કરી દીધી હતી. આ ઘટના અંગે કંટાળીને યુવતીએ ફરિયાદ કરતાં સરદારનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં રહેતી યુવતી એસ.વી.પી.આઇ એરપોર્ટ પર સિક્યુરીટી ડિપાર્ટમેન્ટમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતી હતી. ત્યાં કૃણાલ ચોકસી સિનિયર અધિકારી છે, સિનિયર હોવાથી તેમની સૂચનાનું પાલન કરવું પડતું હતું. આ અધિકારી યુવતી એકલી હોય ત્યાં ઓફિસમાં આવતા અને નજીકમાં બેસીને સ્પર્શ કરતા હતા એટલું જ નહી ટેબલેટમાં અશ્લિલ વિડિયો જો તા હતા અને તે વિડિયો ઓફિસના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરતા હતા.

આ યુવતીએ ચાર વખત મેનેજરને લેખિત ફરિયાદ કરી હતી. મેનેજરે તેઓને ચેતવણી પણ આપી હતી. યુવતી બિમાર હોવાથી તે રજા પર હતી ત્યારે આ અધિકારી તેણીના ઘેર ગયા હતા અને યુવતી સાથે ગંદી વાતો કરીને કહ્યું કે આવી લીવ લેવી હોય તો ભોગ આપવો પડે અને ફીજીકલ મારી સાથે એટેચ થવું પડશે. યુવતી આવી કોઇ બાબતે વશ થઇ ન હોતી. જેથી અધિકારીએ યુવતીને બધાની વચ્ચે બદનામ કરવાનું શરૃ કર્યું હતું અને કહેતા હતા કે આ યુવતીનું લુઝ કેરેકટર છે.

(6:38 pm IST)