Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ઓલપાડ તાલુકાના કરમલા ગામે સ્કોર્પિયો પલ્ટી ખાતા 2200 કિલો ગૌમાંસ પકડાયું

ઓલપાડ :તાલુકાના કરમલા ગામે બસ સ્ટેન્ડ પાસે કોસમ જતા રોડની બાજુમાં ખાડી પાસે સ્કોર્પીયો પલ્ટી મારી ગઇ હતી. સ્કોર્પીયોમાંથી ૨૨૦૦ કિલો પશુ માંસનો જથ્થો મળતા પોલીસે એફએસએલ પાસે પરીક્ષણ કરતા ગૌમાંસનો રીપોર્ટ આવતા અજાણ્યા વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે. કરમલા ગામે માંસ ભરેલી સ્કોર્પીયો (નં. જીજે-૨૧-૨૮૫૦) પલ્ટી મારી હોવાની જિલ્લા પોલીસ કંટ્રોલરૃમમાં જાણ થઇ હતી. ઘટનાસ્થળે ઓલપાડ પોલીસ પહોંચતા ખાડી પાસે સ્કોર્પીયો પલ્ટી ગયેલી હતી. જેના દરવાજા ખોલીને જોતાં કંતાનના કોથળામાં પશુ માંસનો જથ્થો ભરેલો હતો. ૧૧ કંતાનના કોથળામાં ૨૨૦૦ કિલો માંસ મળી આવતા ઓલપાડના પશુ ચિકિત્સક અને એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા ગૌમાંસ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. પોલીસે અજાણ્યા સ્કોર્પીયો ચાલક અને અજાણ્યા શખ્સે ગાયોની કતલ કરી ગૌમાંસ ભરીને વહન કરવાનો ગુનો નોંધી સ્કોર્પીયો નંબર આધારે તપાસ શરૃ કરી છે.

 

 

(6:38 pm IST)