Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અંબાજી હાઇવે પર નીલગાય વચ્ચે આવતા મહિલા મોતને ભેટી:8ને ઇજા

ખેડબ્રહ્મા: અંબાજી હાઇવે રોડ ઉપર રાધીવાડ ગામ પાસે નીલગાય વચ્ચે આવી જતા બોલેરો ગાડી ગરનાળા ઉપર ચડી જતાં ૮ વ્યક્તિ ઘાયલ થયા હતા જ્યારે ૧ મહિલાનું મોત નીપજ્યું હતું.

 


ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામ પાસે વડોદરાના વતની અંબાજી દર્શન કરીને આવતું હતું, તે દરમિયાન રોડ ઉપર નીલગાય આવી જતા બોલેરો ગાડી સાથે અથડાતા ગાડી ગરનાળા ઉપર ચડી ગઇ હતી. ગાડીમાં બેસેલ એક જ કુટુંબના ૮ વ્યક્તિઓ ઘાયલ થયા હતા જ્યારે ૧ મહિલા ક્રિષ્નાબેન નીકુલભાઇ પટેલ ઉ.વ. ૨૬નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ઘાયલોને ૧૦૮ દ્વારા ખેડબ્રહ્મા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

(6:37 pm IST)