Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ઉમરેઠ નજીક પુત્રને ચપ્પુના ઘા જીકી મોતનેઘાટ ઉતારનાર નરાધમ પિતાની ધરપકડ

આણંદ :જિલ્લાના ઉમરેઠ નજીક આવેલ લીંગડા ગામે અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપ્યાની અદાવત રાખી પિતાએ પુત્ર ઉપર હુમલો કર્યો હતો. ચપ્પાના ઘા ઝીંકનાર પિતાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. જેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પાલીસે હાથધરી છે.

 


ઉમરેઠ નજીક આવેલ લીંગડા ગામે એક પિતાએ પુત્ર પર ચપ્પા જેવા મારક હથિયારથી હુમલો કર્યો હતો.જેમાં મચ્છી કેન્દ્ર પાસે રહેતા રઈજીભાઈ બચુભાઈ મલે બે દિવસ અગાઉ પોતાની પુત્રવધુ કંચનબેનને ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા.જેથી કંચનબેને આ ઘટનાની જાણ  પતિ કિશનભાઈને કરી હતી. 

કિશનભાઈએ પિતાને અપશબ્દો બોલવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી પિતા રઈજીભાઈ મલ નજીકમાં રહેતા વિક્રમભાઈ દરબારને બોલાવી લાવ્યા હતા.આ દરમ્યાન વિક્રમભાઈએ કિશનભાઈને પકડી રાખ્યો હતો અને રઈજીભાઈ મલે પોતાના જ પુત્ર ઉપર ચપ્પાના ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દેતા પુત્ર કિશનભાઈ લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.

(6:37 pm IST)