Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

વાસદ પોલીસે વડોદની સીમમાંથી 7 નબીરાને 16ના મુદામાલ સાથે ઝડપ્યા

વાસદ: પોલીસે ગઈકાલે સાંજના સુમારે વડોદ ગામની સીમમાં આવેલી નહેર ઉપરના બોરકૂવા પાસે છાપો મારીને સાત નબીરાઓને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને કુલ ૧૬૭૪૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીગમાં નીકળેલી વાસદ પોલીસને હકિકત મળી હતી કે, વડોદ ગામની સીમમાં આવેલી નહેર પર હરીશભાઈ અંબાલાલભાઈ પટેલના બોરકૂવા પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડતાં હરીશભાઈ અંબાલાલભાઈ પટેલ, મનીલકુમાર સુનીલભાઈ પટેલ, ક્રીશ્નાકુમાર ઉર્ફે કનૈયો જશભાઈ પટેલ, હિરેનભાઈ પ્રવિણભાઈ પટેલ, ધવલભાઈ જગદીશભાઈ પટેલ, કીશનભાઈ શાંતિલાલભાઈ પટેલ તથા ચીરાગભાઈ નરેન્દ્રભાઈ પટેલ ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી કુલ ૧૬૭૪૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(6:37 pm IST)