Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

નડિયાદ: કોલેજ રોડ પાસેની નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર

નડિયાદ:કોલેજ રોડ પરથી પસાર થતી મોટી નહેરમાંથી આજે બપોરે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસે ફાયરબ્રિગેડની મદદથી નહેરમાં તણાઈ આવેલ લાશ બહાર કઢાવી હતી. આ અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૫૨ વર્ષ, શરીરે બ્લ્યુ શર્ટ તેમજ કાળંદ પેન્ટ પહેરેલ છે. આ અજાણ્યા આધેડ પુરુષે નહેરમાં પડી આપઘાત કર્યો કે પછી અકસ્માતે નહેરમાં તણાઈ ગયો તે અંગે તરેહ-તરેહની અટકળો થઈ રહી છે. આ અજાણ્યા પુરુષની લાશ મૈયુદ્દીનમીયાં અલાઉદ્દીનમીયાં મલેક (રે. નરસંડા, ઉં.વ. ૬૫)નું હોવાનું જાણવા મળેલ છે.

 


આ અંગે નડિયાદ ટાઉન પોલીસે લાશનો કબજો લઈ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.

(6:36 pm IST)