Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

જળ અભિયાનના નામે પ્રસિધ્ધીના પુર, કૌભાંડની રેલમછેલઃ નર્મદાનું પુષ્કળ પાણી ગયું કયાં?

ચૂંટણીને ધ્યાને રાખીને બેફામ પાણી વેડફયુઃ ડો. મનીષ દોશીના આક્ષેપોનો ધોધ : ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ૭૦૦ ટકા પાણી વધુ કેમ વપરાઇ ગયું?

રાજકોટ, તા.૩૦: રાજયમાં ભાજપ સરકારની પાણી વિતરણ અને પાણી વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારીના લીધે ગુજરાતમાં પાણી હોવા છતાં લાખો પરિવાર પીવાના પાણી અને ખેડૂતો સિંચાઇના પાણી વિના પરેશાન થઇ ગયા છે. ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે પાણીની કટોકટી ઉભી થઇ છે. ૧.૭૦ લાખ ચેક ડેમ, ૧.૨૬ લાખ બોરીબંભ અને ૨.૭૫ લાખ ખેત તલાવડીના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર ભાજપ સરકાર 'જળ વ્યવસ્થાપન' ની નિષ્ફળતા છુપાવવા મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે 'આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ' પહેલાં પાણીનો વેડફાટ અને હવે જળ વિના જળસંચયની વાતો કરનાર ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપીંડી બંધ કરે. વર્ષ-૨૦૧૬માં ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બરમાં ૪૭૦ મીલીયન કયુબિક મીટર જયારે વર્ષ-૨૦૧૭માં ૨,૮૩૭ મીલીયન કયુબિક મીટર એટલે કે ૨૦૧૬ની સરખૉમણીએ વર્ષ-૨૦૧૭માં ૭૦૦ટકા પાણીનો હિસાબ આપે રૂપાણી સરકાર તેવી માંગ કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ  કરી છે. રાજય સરકારના  સતાવાર આંકડા મુજબ ગુજરાતમાં જળસંગ્રહ માટે ૧.૭૦ લાખ ચેકડેમ, ૧.૨૬ લાખ બોરસબંધ અને ૨.૭૫ લાખ ખેત  તલાવડી હોવાનું જણાવેોલ છે. અંબાજીથી ઉમરગામ સુધીમાં પુર્વ પટ્ટીમાં આદિજાતિ વિભાગે પ.૨૮૪ ચેકડમ, ૧૬૪ બોરીબંધ, જયારે વન અને પર્યાવરણ વિભાગે ૨૦૩ વન તલાવડી હોવાનો અહેવાલ આપ્યો છે. રાજયમાં કુષિ વિભાગે એક પણ બોરીબંધ બનાવ્યો નથી તેવી આંકડાકીય માહિતિ કહે છે. હકિકતમાં છેલ્લાં ૧૫ વર્ષમાં ભાજપ સરકારેૅ ચેક ડેમ અને બોરીબંધના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે અને તેનો સત્ય પુરાવો તાજેતરમાં જમીન વિકાસ નિગમ જે ખેડૂતોના બદલે અમૂક ભાજપ  મળતિયાઓ માટે વિકાસ નિગમ હતું.  વર્ષ-૨૦૦૫માં ભૂગર્ભ જળની સાચવણી માટે ભારત સરકારે કાયદા માટે બીલ મોકલ્યું હોવા છતા ગુજરાતની ભાજપ સરકાર જાણી જોઇને ૧૩ વર્ષ ઉંધતી રહી.

પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજયમાં વરસાદ ઓછો પડયો હોવાથી પાણીની સમસ્યા ઉભી થયાની જુઠ્ઠાણું ફેલાવનાર મુખ્યમંત્રી અને ભાજય સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ વિધાનસભામાં રજુ થયેલા આંકડામાં થયો છે. ઓકટોબર-૨૦૧૬માં નર્મદા ડેમમાં ૫.૦૮૧ મીલીયન કયુબીક મીટર જયારે ૨૦૧૭માં ૬.૬૨૨ મીલીયન કયુબિક મીટર  પાણીનો જથ્થો હતોે. જયારે નવેમ્બર-૨૦૧૬માં ૫.૦૦૦ મીલીયન કયુબિક મીટર અને નવેમ્બર-૨૦૧૭માં ૫,૬૮૩ મીલીયન કયુબિક મીટર પાણીનો જથ્થો હતો. એટલે ૨૦૧૬ ૨૦૧૬ની સરખામણી ૨૦૧૭માં નર્મદા ડેમમાં ઓકટોબરમાં ૧.૫૪૧ અને નવેમ્બરમાં ૬૮૩ મીલીયન કયુબિક મીટર પાણીનો જથ્થો વધુ હતો. જયારે ૨૦૧૬માં ઓકટોબરમાં ૧૩૧અને જ નવેમ્બરમાં ૮૧ મિલિયન કયુબિક મીટર પાણીના જથ્થાનો વપરાશ થયો હતો તેની સામે વર્ષ ૨૦૧૭માં ઓકટોબરમાં ૪૪૭ અને નવેમ્બરમાં ૧.૩૮૬ મીલીયન કયુબિક મીટર પાણીનો જથ્થો વપરાઇ ગયો?

(4:29 pm IST)