Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

પૂરવણી મતદાર યાદીમાં ટેકનિકલ 'ભગો?' યાદી આજના બદલે ૭ મેએ પ્રસિધ્ધ થશે

દસેક લાખ મતદારો ઉમેરાયાઃ અનેક નામમાં ટેકનિકલ ભૂલ કે બેદરકારી ? તેની તપાસ થશે

રાજકોટ તા. ૩૦  : ગુજરાતની પૂરવણી મતદાર યાદી આજે પ્રસિધ્ધ થનાર હતી પરંતુ ટેકનિકલ  ક્ષતિ આવતા મતદાર યાદી આજે પ્રસિધ્ધ થઇ શકી નથી હવે મતદાર યાદી ૭મીએ મેએ પ્રસિધ્ધ કરવાનું નકકી થયાનું જાણવા મળે છે.

ગુજરાતમાં ચૂંટણી પંચે અભિયાન ચલાવી જેને ગઇ તા.૧ જાન્યુઆરી ર૦૧૮ના દિવસે ૧૮ વર્ષ પૂરા થઇ ગયા હોય તેવા યુવક-યુવતીઓને તથા તેથી મોટી ઉપરના પાત્રતા ધરાવતા કોઇપણ લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાના બાકી રહી ગયા હોય તો ઉમેરવા માટે તક આપેલ નિયત સમયગાળામાં દસેક લાખ જેટલા મતદારોનો ઉમેરો થયો છે. જેમાંના મોટાભાગના યુવાન છે. ગુજરાતના ચૂંટણી પંચે ઇ.આર.ઓ.નેટ મારફત તે નામ કેન્દ્રીય ચૂંટણી પંચમાં મોકલેલ જયાં અનેક  નામમાં વાસ્તવિકતા કરતા અલગ સ્થિતિ દેખાતા કેટલોક રોકોર્ડફરી ચકાસણી પાત્ર બનેલ કથિત ગોટાળો ટેકનિકલ કારણથી થયો છે કે જે તે સ્થાનિક તંત્રની બેદરકારી છે. ? તે તપાસવું જરૂરી જણાતા ચૂંટણી પંચે આજે જાહેર થનાર પૂરવણી મતદાર યાદીની પ્રસિધ્ધી મોકુફ રખાવી પૂરવણી યાદીની પ્રસિધ્ધી માટે ૭ મેની તારીખ આપ્યાનું જાણવા મળે છે.

(4:02 pm IST)