Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અમદાવાદ જોબ મેળામાં ૪૦ કંપનીઓ દ્વારા ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને શોર્ટલીસ્ટ કરાયા

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત

અમદાવાદઃ અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજીત ફ્રેશર્સ અને ગ્રેજયુએટ્સ માટેના મેગા જોબ ફેરમાં ગુજરાતભરમાંથી ૧૦૦ થી વધુ ઉમેદવારોનો અંદાજે ૪૦ કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા.

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયંક પટેલ જણાવે છે કે અમદાવાદ જોબ મેળાનું આયોજન આઈટી, ફાર્માસ્યુટિકલ્સ મેનેજમેન્ટ અને એન્જીનિયરીંગ સેકટર્સની તથા અન્ય ક્ષેત્રોની માનવબળ અને પ્રતિભાશાળી તેમજ કવોલિફાઈડ યુવાનોની જરૂરિયાત ધરાવતી અગ્રણી કંપનીઓ સાથે સંપર્ક કરાવવાનો વિચાર હતો.

(3:58 pm IST)