Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

આવનારૂ ભવિષ્‍ય ઇમાનદારીથી જીવવા માટેની અમારી લડાઇ છેઃ હાર્દિક પટેલ સુરતમાં

પાસના કન્‍વીનર અને અનામત આંદોલનનાં પુણેતા હાર્દિક પટેલ ગઈકાલે રાત્રે સુરત પહોંચતાના સાથે જ સામાજિક અને ધાર્મિક પ્રસંગે હાજરી આપી અને આયોજક બંધુઓ નો ઉત્‍સાહ વધાર્યો.આજ થી ૩ દિવસ સુરતના અલગ અલગ વિસ્‍તાર માં ગુજરાત જનજાગૃતિ યાત્રા ના ભાગરૂપે જનસંપર્ક કાર્યક્રમ યોજાશે.અનામત ની માંગ સાથે ગુજરાતભર માં ફરી એક વાર સ્‍વાભિમાન ની લડાઈ છેડાઈ છે.જેલ મને મંજુર છે પણ ડરી ને દ્યર મંજુર નથી. ગુજરાત જનજાગૃતિ યાત્રા ને લઈને સુરત ખાતે આંદોલનકારી બંધુઓ ના આયોજન થી અલગ અલગ કાર્યક્રમ તથા સક્રિય આંદોલનકારી સાથે જનસંપર્ક કરી રહ્યા છીએ. યોગીચોક ખાતે એક દુકાન પર સક્રિય આંદોલનકારી ને મળ્‍યો.અનામત એ ભીખ નથી,સમાજ ને મળવો જોઈએ એ અધિકાર છે.સુરત ના અમારા મજબૂત કન્‍વીનર ભાઈ અલ્‍પેશ કથીરિયાના દ્યરે એમના માતા પિતા ના આર્શીવાદ લીધા અને તાપી દર્શન સોસાયટી ના રહીશો સાથે મુલાકાત કરી.સુરત ની રામબાગ સોસાયટી ખાતે અમારા સક્રિય કાર્યકર્તા શૈલેષભાઈ જોગાણી ના દ્યરે ભોજન લીધું.સોસાયટી ના તમામ પરિવારજનો સાથે મુલાકાત કરી,અનામત શા માટે જરૂરી છે તે બાબતે ચર્ચા કરી.અનામત આવનારી પેઢી ના શિક્ષણ અને રોજગાર માટે અનામત માંગીએ છીએ અને આવનારું ભવિષ્‍ય ઈમાનદારી થી જીવવા માટે ની અમારી આ લડાઈ છે.અમે પટેલ છીએ માટે ફક્‍ત પટેલ સમાજ ની વાત નથી કરતા પણ તમામ સમાજના હિતની પણ વાત કરીએ છીએ. તેમ હાર્દિક પટેલ જણાવ્‍યું હતું

(12:12 pm IST)