Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સરદારના ગામ કરમસદને રાષ્ટ્રીય દરજ્જા માટે ઉપવાસ

મોદીજીએ ખુદે યુપીએ સરકાર પાસે માંગણી કરી હતી, હવે ભૂલી ગયાઃ ભાજપના શહેર અધ્યક્ષ સહિતના અગ્રણીઓની ચીમકી

આણંદ તા. ૩૦ :ઙ્ગસરદાર પ્રેમીઓ આજથી આમરણાંત ઉપવાસ પર છે. સરદાર પ્રમીઓની માગ છે કે સરદારના ગામ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. જયાં સુધી આ ગામને રાષ્ટ્રીય દરજ્જો નહિ મળે ત્યાં સુધી સરદાર પ્રમીઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગામ જાહેર કરવાની માગ ઉગ્ર બની રહી છે. કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવાની માગ સાથે કરમસદવાસીઓ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. ગામના લોકોનો દાવો છે કે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીએ કરમસદને નેશનલ લેવલે ઓળખ અપાવવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કરમસદને રાષ્ટ્રીય ગામ જાહેર કરવાનો મામલો ૧૯૯૫થી ચાલ્યો આવે છે. ૧૯૯૫માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે પોરબંદરની સાથે સાથે કરમસદને પણ નેશનલ વિલેજ જાહેર કરવા કરવા પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે સયમની સરકારે માત્ર પોરબંદરની માગ માન્ય રાખી હતી.

ગામ લોકોએ એવો પણ દાવો કર્યો છે કે અઢી વર્ષ પહેલા સરદાર હિતરક્ષક સમિતિના સભ્યોએ પીએમ મોદીને દિલ્હીમાં મળીને રજૂઆત કરી હતી. અને ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટને જરૂરી દસ્તાવેજ સાથે જવાબ આપવા આદેશ આપ્યા હતા. જે બાદ પણ કોઈ પગલાં ન લેવાતા PMO અને CMOમાં સંખ્યાબંધ ઈમેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તો સીએમ રૂપાણીને પણ રૂબરૂ રજૂઆત કરાઈ તેમ છતાં કરમસદને નેશનલ વિલેજ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી સરદારપ્રેમીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.આમ પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીનું નિરસ વલણ રહેતા સિનિયર સિટીઝન દ્વારા કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. અને આ સરદારપ્રેમીઓ અનિશ્ચિત કાળ સુધી આમરણાંત ઉપવાસ કરશે.(૨૧.૧૦)

(12:08 pm IST)