Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

બારડોલીની ધોરણ-10ની વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ગેંગરેપ:દુકાનમાં ગોંધીને ત્રણ શખ્શોએ દુષ્કર્મ આચર્યું

રિક્ષામાં અપહરણ કરીને સોનીની દુકાનમાં ગોંધી રાખીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

બારડોલીની એક ધોરણ 10ની સ્ટુડન્ટનું અપહરણ બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે સ્ટુડન્ટને ઘરેથી અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખી ત્રણ યુવકો  દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. હાલ સ્ટુડન્ટને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી
   જાણવા મળતી વિગત મુજબ બારડોલીના એમએન પાર્ક પાસે 15 વર્ષીય ધોરણ 10ની સ્ટુડન્ટનું ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી. સગીરાના પિતા દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે
    સગીરાને આજે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા સાથે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લાવવામાં આવી હતી. આરોપીઓએ અપહરણ બાદ સોનીની દુકાનમાં વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.
  પોલીસે નરેશ ઉર્ફે અજય ધર્માજવરે, છોટુ અને આકાશ નામના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય આરોપી નરેશને પોલીસ પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને પોલીસ અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ કબજે કરી છે.

(8:41 pm IST)