Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સુરત:પ્રિ-નર્સરીના માસુમ બાળકને આચાર્ય અને આયાએ આપ્યા ડામ:ઉમરા પોલીસમાં ફરિયાદ

સુરત : એક માસૂમ પ્રી-નર્સરીમાં ભણતા ભૂલકાને ડામ આપી દંડ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતની કેસીજી શાળાની છે.મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કેસીજી શાળાના આચાર્ય અને આયાએ શિક્ષણ જગતને સર્મસાર કર્યું છે. આ નિર્દયી આચાર્ય અને આયાએ માનવતાની તમામ હદ વટાવી એક પ્રી-નર્સરીના માસૂમ બાળક પર અત્યાચાર ગુજાર્યો અને તેને ડામ આપી સજા આપતા સમગ્ર પંથકમાં સ્કૂલના આચાર્ય અને આયા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

  અંગે બાળકના માતા-પિતાને માલુમ થતાં વાલીએ નિર્દયી આચાર્ય અને આયા સામે પોલીસ પરિયાદ કરાવવાનો નિર્ણય લીધો, ત્યારબાદ માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આચાર્ય અને આયા વિરુદ્ધ પોલીસ પરિયાદ નોંધાવી છે. પોલીસે માતા-પિતાની ફરિયાદ નોંધી આચાર્ય અને આયાની ધરપકડ કરવા ચક્રોગતીમાન કરી દીધા છે. જ્યારે માસૂમ બાલકને સારવાર આપવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા એટલે શિક્ષણ આપવાનું ઉત્તમ સ્થળ, શાળામાં શિક્ષણના માધ્યમથી બાળકનું ઘડતર કરવામાં આવે છે. ત્યારે કેટલીક શાળામાં શિક્ષક-સ્ટાફ દ્વારા બાળક સાથે અમાનવીય વ્યવહાર થતા પુરા શિક્ષણ જગતને દાગ લાગતો હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી છે કે બાળકો - વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક અત્યાચાર ન તવો જોઈએ, તો પણ કેટલાક માથા પરેલ સિ7કો તંત્રની તમામ જોગવાઈઓને નેવે મુકી પોતાની દાદાગીરી બાળકો સામે દેખાડતા હોય છે

(10:09 pm IST)