Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

નવસારીના બીલીમોરામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને પાડોશીની સતર્કતાથી પોલીસે બચાવી લીધી

નવસારીના બીલીમોરા ખાતેના ગોહર બાગ વિસ્તારમાં એક મહિલા મનીષાબેન આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા પાડોસીઓને જાણ થતા પોલીસને બોલાવવામાં આવી હતી પોલીસે આ મહિલાને બચાવીમ લીધા હતા આ મહિલાનો પતિ બેકરીનો વ્યવસાય કરે છે અને દીકરી સાથે ન રહેતી હોવાથી થોડા સમયથી ડીપ્રેશનમાં હતા અને તેની દવા પણ લેતા હતા.

   પોલીસે મહિલાને સમજાવી દરવાજો ખોલાવવા મહામહેનત કરવી પડી હતી બાદમાં દીકરીને બોલાવી સમજાવટ બાદ મહિલાએ દવાજો ખોલ્યો હતો અને ભાગીને ઉપરના રૂમમાં જવા જતા હતા ત્યારે પોલીસે તેમને પકડી લીધા હતા. તેમ છતાં તાબે ન થતા પોલીસે મહિલાને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલુ છે.

  .પડોસીની સતર્કતાથી આજે એક મહિલાનો જીવ બચી શક્યો જોકે મહિલાએ પોલીસ પર પણ હુમલો કરવાની કોશિશ પણ કરી હતી. જોકે પોલીસ અને બીલીમોરા ફાયરની ટીમની કામગીરીને સો સો સલામ છે. જોકે મહિલા હજુ ડીપ્રેસનમાં હોવાથી સારવાર ચાલુ છે.

(11:25 pm IST)