Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

બોપલ-ધુમા વિસ્તારના ચાર સભ્યોને સસ્પેન્ડ કરતા ભાજપમાં ભડકો : 200 કાર્યકરોએ રાજીનામાં ફગાવ્યા

જિલ્લા ભાજપ દ્વારા મનસ્વી નિર્ણંય લેવાયાનો આક્ષેપ : કાર્યકરોમાં રોષ

અમદાવાદ :અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારના ચાર સભ્યોને સસ્પેન્ડ કરતા ભાજપના ભડકો થયો છે અને અંદાજે 200 જેટલા કાર્યકરોએ રાજીનામાં ફગાવ્યા છે.

મળતી માહિતી મુજબ, 24 એપ્રિલના રોજ ભાજપ પાર્ટીની અમદાવાદ જિલ્લાના હોદેદારોની બેઠક યોજાય હતી. જેમાં બેઠકમાં અચાનક જ નગરપાલીકાના રામચંદ્રભાઈ નારણભાઈ પટેલ દ્વારા શિષ્ટાચાર વિહન તેમજ અભદ્દ ભાષાનો ઉપયોગ કરતા મહત્વની બેઠકની ગરીમાનો ભંગ કર્યો હતો. ભાજપે આખરે આકરો નિર્ણય લઈ રામચંદ્રભાઈ નારણભાઈ પટેલને પાર્ટી દ્વારા 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.તેમજ સંગઠનની કામગીરીનુ સંકલન કરવામાં બોપલ મંડળના ભાજપના પ્રમુખ અલ્પેશ પટેલ અને મહામંત્રી હર્ષદ પટેલ છેલ્લા કેટલાય દિવસથી ચૂંટાયેલા લોકો વચ્ચે સંકલન જાળવતા ન હતા, અને નિષ્કિય હતા. જેને લઈ ભાજપ પાર્ટી દ્વારા અલ્પેશ પટેલ અને હર્ષદ પટેલને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

   ભાજપ દ્વારા અચાનલ બોપલ-ઘુમા નગરપાલિકા ભાજપ મંડળના ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા, તે વિસ્તારના કાર્યકરો રોષે ભરાયા હતા. કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, જિલ્લા ભાજપ દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે નારાજ 200 જેટલા કાર્યકરોએ પણ ભાજપ સાથે છેડો ફાડી રાજીનામા ધરી દીધા હતા.

 

(12:31 am IST)