Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

બસ ફક્ત પાંચ મિનિટ મોડી આવતા યુવકે ડ્રાઈવરને માર માર્યો

અમદાવાદના લાલ દરવાજા એએમટીએસમાં એક યુવક અને ડ્રાઈવર વચ્ચે મારમારી પછી કન્ડકટરોએ યુવકને પાઠ ભણાવ્યો

અમદાવાદ તા.૩૦
અમદાવાદના લાલ દરવાજા એએમટીએસમાં  એક યુવક અને ડ્રાઈવર વચ્ચે મારમારી થઈ હતી. બસ પાંચ મિનિટ મોડી આવતા મુસાફરે ગુસ્સામાં આવી જતા ડ્રાઈવરેને માર માર્યો હતો. 
અમદાવાદના સામાન્ય બાબતમાં અવનવા માર મારીના કિસ્સાઓ સામે આવી જતા હોય છે.  બસ આવો એક બનાવ શનિવારે સવારે લાલદરવાજામાં એએમટીએસના ડ્રાઈવર અને એક યુવક વચ્ચે થયો હતો. કારણ ફક્ત એટલુ હતુ. કે બસ પાંચ મિનિટ મોડી આવતા યુવકે ગુસ્સા આવતા ડ્રાઈવરને કહ્યુ હતુ કે બસના મોડી કેમ આવી તે કહેતા જ યુવકે ડ્રાઈવરને ધક્કો મારી દીધો હતો. યુવકે ડ્રાઈવરને ધક્કો મારતા તરતજ  કન્ડક્ટરો ત્યા આવી ગયા હતા. અને યુવકને માર માર્યો હતો.
સમગ્ર મામલામાં એટલો હતો કે બસ પાંચ મિનિટ મોડી આવતા યુવકે બસની સ્પીડ  વધારવાનું કહેતા ડ્રાઈવરે તેને શાંતિથી વાત કરવાનું કહ્યુ હતુ. તેથી ચાલુ બસમાં યુવક અને ડ્રાઈવર વચ્ચે તુ... તુ... મે.. મે... થયુ હતુ. આથી બસ લાલદરવાજા આવતા મામલો ઉગ્ર બનતા યુવકે વૃદ્ધ ડ્રાઈવરને માર માર્યો હતો. આથી ત્યાના કન્ડકટરોએ યુવકને પણ માર માર્યો હતો.
જ્યારે આ વાતની ખબર એએમટીએસના અધિકારીઓને ખબર પડી તો તાત્કાલિક ઘટના સ્થળ પર દોંડી આવ્યા હતા. અને યુવકને પકડીને એએમટીએસના ડેપોમાં લઈ ગયા હતા. અધિકારીએ કહ્યુ હતુ. કે  અમદાવાદમાં ટ્રાફિકને લઈને બસ 10  કે 15 મિનિટ મોડી પડે એ  સ્વભાવિક છે.
જ્યારે આજુ બાજુના મુસાફરોને કહ્યુ ત્યારે તેમને કહ્યુ હતુ કે બસ પ કે 10 મિનિટ મોડી આવે ટ્રાફિકના કારણે મોડી પણ આવી શકે છે.તેના માટે ગુસ્સે ના થવુ જોઈએ. અને જે ડ્રાઈવર જે તે વૃદ્ધ છે. ઉમરનું  ધ્યાન રાખવું  જોઈએ. તેથી યુવકે જે કર્યું તે ખોટુ છે.

 

(12:12 pm IST)