Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

રાજ્‍યના ૧૩ લાખ વિદ્યાર્થીઓની સ્‍કોલરશીપ ટેસ્‍ટનો પ્રારંભ

કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટમાં ૭ લાખ, મેરીટ સ્‍કોલરશીપમાં ૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા : ૨૪૭૨૩ બ્‍લોકમાં પરીક્ષા લેવાશે

રાજકોટ તા. ૩૦ : ગુજરાત રાજ્‍યમાં નવા શૈક્ષણિક વર્ષની જ્ઞાનશકિત સ્‍કૂલ્‍સ, રક્ષા શકિત સ્‍કુલ, મોડેલ સ્‍કુલ્‍સમાં ધો. ૬માં પ્રવેશ માટે જ્ઞાનસેતુ સ્‍કોલરશીપ માટે લેવાતી કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ આજે લેવાઇ રહી છે.

સમગ્ર ગુજરાત રાજ્‍યમાં કુલ ૧૩ લાખ ૧૪ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૧૧૨ કેન્‍દ્રો ઉપર ૪૬૨૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ માટે ૭ લાખ ૧૨ હજાર, પરીક્ષા ફોર્મ ભરાયા છે. જ્‍યારે જ્ઞાનસાધના શિષ્‍યવૃત્તિ માટે ૬ લાખ ૨ હજાર ફોર્મ ભરાયા છે.

કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ માટે ગુજરાત રાજ્‍યમાં ૨૬૬૮ કેન્‍દ્રોના ૨૪૭૨૩ બ્‍લોક ઉપર લેવાશે. જ્‍યારે મેરીટ સ્‍કોલરશીપ પરીક્ષા ૨૩૮૨ સેન્‍ટરના ૨૧૦૪૨ બ્‍લોક ખાતે લેવાઇ રહી છે.

(11:48 am IST)