Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મારામારીની જુદી જુદી ઘટનાઓમાં 13 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમ્યાન ચાર જુદી-જુદી જગ્યાઓ પર મારામારીની ઘટનાઓ બનવા પામી છે. તમામ ઘટનાઓ અંગે ફરીયાદીની ફરિયાદ લઇ જે તે પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

સમડીયા ગામે દૂધ મંડળીની મીટીંગમાં પ્રશ્ન કરવા બાબતે હુમલો કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ચન્દ્રસિહ ઉર્ફે બાબુભાઇ ઝાલા રહે છે. તેઓના ગામની સમડીયા (ગણેશપુરા) સરકારી દૂધ મંડળીમાં વાર્ષીક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે સભામાં મંડળીના સભાસદો, સેક્રેટરી, ચેરમેન તેમજ મંડળીના સભ્યોએ હાજરી આપી હતી. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સભા શરૂ થતા ડેરીના પ્રશ્નો બાબતે પ્રશ્નોતરી શરૂ થઇ હતી. જે દરમ્યાન ચન્દ્રસિહે ડેરીના સેક્રેટરી અને ચેરમેનને વ્યવસ્થાપક કમીટીની લોકશાહીની રૂએ જિલ્લા રજીસ્ટ્રારના હુકમ આધારે ચૂંટણી યોજવા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેનાથી ઉસ્કેરાઇ જઇ મહેન્દ્રસિહ અમરસિહ ઝાલાએ ત્યાં આવી જઇ ગાળો બોલી ફરિયાદીને માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. તે સમયે મહેન્દ્રસિહનું ઉપરાણું લઇ હિતેન્દ્રસિહ લાલસિહ ઝાલા તથા હસમુખકુમાર રમણભાઇ ઝાલા તથા કલ્પેશકુમાર અર્જુનસિહ ઝાલાએ ચન્દ્રસિહને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો. સોમાભાઇ છગનભાઇ ઝાલા તથા ફુલાભાઇ મોહનભાઇ ઝાલા તથા બીજા સભ્યો ત્યા આવી ચઢ્યા હતા અને ચન્દ્રસિહને વધુ મારમાથી છોડાવ્યા હતા. ઘટના બાદ ચન્દ્રસિહને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓએ મહેન્દ્રસિહ ઉર્ફે ડીંગો અમરસિહ ઝાલા, હિતેન્દ્રસિહ લાલસિહ ઝાલા, હસમુખકુમાર ઉર્ફે હેપુ રમણભાઇ ઝાલા, કલ્પેશકુમાર અર્જુનસિહ ઝાલાની વિરૂધમાં ફરીયાદ આપતા કઠલાલ પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:02 pm IST)