Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા વૃદ્ધોને હોળી ધુળેટી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી

SFS દ્વારા બાળકોને ધાણી દાળીયા મગફળી ખજૂર પિચકારીનુ વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા વૃદ્ધોને હોળી ધુળેટી પર્વ નિમિત્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. SFS દ્વારા બાળકોને ધાણી દાળીયા મગફળી ખજૂર પિચકારીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા નગરજનો, મિત્રોના સહકારથી જરૂરીયાત મંદ 150થી વધારે વૃદ્ધોને આપવામાં આવી હતી. આ ઉપરાંત Student for Seva (SFS) દ્વારા બાળકોને ખાદ્ય સામગ્રી ઉપરાંત પિચકારી નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ તેજસભાઇ વજાણીએ જણાવ્યું હતું.

(9:50 pm IST)