Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનું ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ તૂટી પડ્યું.

ભાજપ-કોંગ્રેસના અહીંના નેતાઓના ડરથી તો સ્ટેજ પણ તૂટી પડે છે.

 

દમણમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેશ પટેલ ભાષણ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું દમણમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે જંગી મેદની વચ્ચે પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કરતા પહેલા જન સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે દમણના વિકાસની અને દમણના લોકોને થઇ રહેલા અન્યાય અંગે શાસક વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.

ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, વિકાસ થવો જોઈએ તેમાં અમે પણ સહભાગી છીએ, પરંતુ તે વિકાસ વિનાશનો વિકાસના ના હોવા જોઈએ. ઉમેશ પટેલના ભાષણ દરમિયાન અચાનક તેમનું સ્ટેજ તૂટી પડતાં ઉમેશ પટેલ અને તેમનો પુત્ર નીચે પટકાયા હતા. જે બાદ પણ ઉમેશ પટેલે તાત્કાલિક સ્વસ્થતા કેળવી મજાક કરી હતી કે, ભાજપ-કોંગ્રેસના અહીંના નેતાઓના ડરથી તો સ્ટેજ પણ તૂટી પડે છે. ઉમેશ પટેલે જંગી મેદની વચ્ચે મોટી દમણમાં કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારી આદરી હતી.

(1:10 am IST)