Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મહેસાણાના રાધનપુર હાઇવે પર હિટ એન્ડ રન :કાર ચાલકે ટક્કર મારતા સાયકલ સવારનું મોત

સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર

મહેસાણાના રાધનપુર હાઇવે પર આવેલા શૈલજા ગ્રીન્સ સોસાયટી નજીક હીટ એન્ડ રનની ઘટના બની છે રાધનપુર પાસે સાયકલ ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર થયો છે  ઘટના સ્થળ પર સાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત થયું હતું. 

   અકસ્માત થતા રાધનપુર મહેસાણા રોડ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. અને ગાડીઓની લાંબી લાઇનો લાગી હતી. ઇમરજન્સી સેવા 108 પર સ્થાનિક દ્વારા અકસ્માતની જાણ કરતા 108ની ટીમ મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 

(11:16 pm IST)