Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

માતર તાલુકાના ઊંઢેલામાં પ્રસંગે જતા યુવકને કારની હડફેટે ગંભીર ઇજા પહોંચી

માતર: તાલુકાના ઉંઢેલામાં રહેતાં મહેશભાઈ રમણભાઈ વાઘરીના ઘરે માતાજીના માંડવીનો પ્રસંગ હોઈ તેમાં હાજરી આપવા માટે ઓડ ગામે રહતાં તેમના બહેન કપિલાબેન તેમજ ભાણો મયુર મોટરસાઈકલ લઈ મહેશભાઈના ઘરે આવ્યાં હતાં. બસસ્ટેન્ડ નજીક આવેલા મહેશભાઈના ઘર સામે જ તેઓ પહોચ્યાં હતાં ત્યારે માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ ગાડી નં જીજે ૧૮ બીએફ ૬૪૫૫ મયુરભાઈની મોટરસાઈકલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મયુરભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. મામાના ઘર નજીક જ અકસ્માત થયો હોઈ મામા તેમજ અન્ય સબંધીઓ તરત જ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને તેને સારવાર અર્થે સૌપ્રથમ ખેડા સિવિલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે મહેશભાઈ રમણભાઈ વાઘરીની ફરિયાદને આધારે માતર પોલીસે ઈઓન ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:44 pm IST)