Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ચિલોડા નજીકથી દારૂ ભરેલ ટ્રક સાથે એક શખ્સની અટકાયત કરી

ગાંધીનગર: જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ખાસ દોડધામ કરવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ચિલોડા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો અને ટ્રકમાં તપાસકરતાં વિદેશી દારૂનો ૧ર.૩૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક મળી કુલ રર.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ દારૂ કયાં પહોંચાડવાનો હતો તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી હતી. 

બીજી બાજુ રખિયાલ પોલીસના પીએસઆઈ વી.બી.દેસાઈ અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એક વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી અને તેમાંથી ૬૦૧ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોતીરામ તુકારામ ડાંગી તેમજ શંકરલાલ માલારામ ડાંગી બંને રહે.માવલી, ઉદયપુર રાજસ્થાન ઝડપી લેવામાં આવ્યા હતા અને કુલ ૩.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તો ડભોડા પોલીસની ટીમે પણ રણાસણ પાસેથી વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ કબ્જે કર્યું હતું અને તેમાંથી ૬૨૪ બોટલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવી હતી. 

(6:40 pm IST)