Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ગાંધીનગર જિલ્લામાં નદીઓમાં ગેરકાયદે થતી રેતી ખનનની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો: બાતમીના આધારે તંત્રની ટીમે દરોડા પાડતા ચોરોમાં નાસભાગ જોવા મળ્યો

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામ પાસેથી પસાર થતી ખારી નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની બાતમીના આધારે જિલ્લા ભુસ્તર તંત્રની ટીમે દરોડો કરતાં રેતી ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી અને ટ્રેકટર મુકીને નાસી છુટયા હતા. 

ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદી સહિત અન્ય નદીઓમાં રેતી ચોરો બેફામ બન્યા છે અને રાત્રીના સમયે મોટા પ્રમાણમાં આ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોય છે. પરંતુ તંત્રને જાણે રાત્રે દરોડો પાડવાનો સમય જ ના મળતો હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે દહેગામના પાલુન્દ્રા ગામ પાસેથી પસાર થતી ખારી નદીમાં પણ રેતી ચોરો દ્વારા રેતી ઉલેચવામાં આવી રહી છ.

(6:38 pm IST)