Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

હાર્દિક લોકસભા ચૂંટણી લડયો હોત તો ખબર પડી જાત કે કેટલા વીસે સો થાય : વિજયભાઇ

અમદાવાદ, તા.૩૦: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગે અફસોસ વ્યકત કર્યો હતો.

લોકસભા ચૂંટણીનો રંગ હવે વધારે ઘહેરો થતો જાય છે. ત્યારે કયાંક ખુશી તો કયાંક માનતીતા નેતાઓના નામ ઉમેદવાર યાદીમાં ન આવતા ગમ પણ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આ વખતે લોકસભા ચૂંટણીમાં હોટ ટોપીક ગણી શકાય એવા હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવા અંગે છે. જેમાં અંતે શુક્રવારે ફોડ પડ્યો હતો કે હાર્દિક પટેલ આ લોકસભા ચૂંટણી ૨૦૧૯ નહીં લડે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર બેઠક ઉપરથી ઉમદેવરી ફોર્મ આજે શનિવારે ભરવા જઇ રહ્યા છે. આ પ્રસંગે અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગે અફસોસ વ્યકત કર્યો હતો.

હાર્દિકની લોકસભાની ચૂંટણી લડવા અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમે તો ઇચ્છતા હતા કે, હાર્દિક ચૂંટણી લડે એનું કારણ એ હતું કે, હાર્દિકે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. પાટીદાર આંદોલન વખતે તે કહેતો હતો કે, હું કોઇ પક્ષમાં નહીં ભળું પરંતુ અત્યારે તે કોંગ્રેસ સાથે બેઠો છે. એણે જામનગરમાંથી દ્યોષણા પણ કરી હતી અને તેનો જામનગરમાં ભારે વિરોધ પણ થતા તેને ત્યાંથી ભાગવું પડ્યું હતું. અમને અફસોસ રહી ગયો કે હાર્દિક ચૂંટણી લડ્યો નહીં. નહીં તો એને ખબર પડી જાત કે કેટલા વીસે સો થાત.

(4:01 pm IST)