Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

છોટાઉદેપુરના BTP ના ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પાસા હેઠળ અટકાયતથી રાજકીય માહોલ ગરમાયો

ઉમેદવારને છોડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી '

છોટાઉદેપુર બેઠક માટે છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી નાં ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી લેતા રાજકીય માહોલ ગરમાયો છે. BTP નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના ઉમેદવારને છોડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

   રાજયમાં BTP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ની સ્થિતિ સાફ થઈ નથી અને BTP દ્વારા રાજ્યમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી ૮ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ને ચુંટણી જંગમાં ઉતારશે તેવી સંભાવનાઓ વચ્ચે બે દિવસ પૂર્વેજ છોટાઉદેપુર બેઠક નાં BTP નાં ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાઠવા નાં નામની જાહેરાત બાદ બીજા જ દિવસે BTP નાં આ ઉમેદવાર નરેન્દ્ર રાઠવાની છોટાઉદેપુર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી લેતાં રાજકીય માહોલ ગરમાયો છે.

  પોતાની ઉમેદવારી ની તૈયારીના ભાગરૂપે સોગંદનામું કરવા છોટાઉદેપુર કોર્ટમાં ગયેલ ત્યારે તેની અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઇ કાર્યકર્તાઓ રોષ જોવા મળી રહ્યો છે, BTP નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કવાંટ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને તેમની પાર્ટીના ઉમેદવાર અને આદિવાસી સમાજ માટે આંદોલન કરનાર એવા નરેન્દ્ર રાઠવાને છોડવામાં આવે તેવી માંગ કરી છે ,અને જો નહિ છોડવામાં કરવામાં આવે તો આગામી બીજી એપ્રિલે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેકટરને આવેદન પાઠવી અને આંદોલન નો માર્ગ આપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

(1:59 pm IST)