Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મારો વાંક માત્ર એટલો જ કે હું ભાજપ સામે ઝૂકયો નહીં: હાર્દિક પટેલ

અમદાવાદ,તા.૩૦ : હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવાની અરજીને ફગાવી દેતા હાલ હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. જો કે, હાર્દિક સુપ્રીમમાં જાય અને સુપ્રીમકોર્ટ તેની સજા ઉપર સ્ટે આપી દે તો જ હાર્દિક ચૂંટણી લડી શકે. પરંતુ હવે શું થશે તે તો સમય જ બતાવશે. ચુકાદા બાદ હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂ છું. ચૂંટણી તો આવતી અને જતી રહેશે. પરંતુ બંધારણ સામે ભાજપ કામ કરી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રપ વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ સામે કેસ દાખલ છે. સજા પણ થઈ છે, પરંતુ કાયદો માત્ર અમારા માટે છેે. હાર્દિકે વધુમાં લખ્યું કે અમે ડરીશું નહીં સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ ઉઠાવતા રહીશું. જનતાની સેવક કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો વાંક માત્ર એટલો જ છે કે હું ભાજપ સામે ઝુકયો નહીં. સત્ત્।ા સામે લડવાનું આ પરિણામ છે.

(11:39 am IST)