Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

નવસારીના ચીખલીમાં મોબાઇલની દુકાનમાં પાછળના ભાગથી બાકોરૂ પાડી મોબાઇલ તથા રોકડા લઇ ઇસ્‍મો રફુચક્કર

સવારે આ મામલે દુકાન મેનેજરને જાણ થતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી

નવસારી જિલ્લાના ચિખલીમાં એક મોબાઇલ દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુકાનમાં રહેલા મોબાઇલ અને રોકડની ચોરી કરી ઇસમો ફરાર થયા હતા. મહત્વની વાત એ છે કે દુકાનની આગળનો ભાગ એમ જ હતો અને પાછળના ભાગે બાકોરુ પાડી ઇસમો ઘૂસ્યા હતા અને દુકાનમાં રહેલા મોબાઇલ અને રોકડ લઇ નાસી છુટયા હતા. સવારે આ મામલે દુકાન મેનેજરને જાણ થતા પોલીસને જાણ કરી હતી. અને પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.

 

ફરિયાદી જયકુમાર ધીરજલાલ ગાંધી (ઉ.વ38) નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ચીખલીમાં આવેલી ભાટીયા કોમ્યુનિકેશન એન્ડ રીટેલ ઇન્ડિયા લીમીટેડ (ભાટીયા મોબાઇલ) દુકાનમાંથી કોઇ ઇજાણ્યા ઇસમોઅ મારી દુકાનની પાછળની દિવાલમાં કોઇ સાધન વડે બાકોરુ પાડી બકોરાથી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલ અલગ-અલગ કંપનીના અલગ મોડેલના સ્માર્ટ મોબાઇલ ફોન તથા કી પેડ ફોન તથા ટેબલેટ ,બ્લયુટૂથ, સ્માર્ટ વોચ તથા એસેસરીઝ મળી કુવ રૂ. 29,51,007 તથા રોકડ રૂપિયા 10000 મળી કુલ 29,61,007ની મત્તાની ચોરી થયેલ છે. આ અજાણ્યા ચોર ઇસમો વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યુ હતુ કે મારી દુકાનમાં અન્ય બે લોકો કામ કરે છે તેઓ સાંજે સાડ સાતની આસપાસ દુકાનના સટર બંધ કરી તાળી મારી નિકળી ગયા હતા. બીજા દિવસે સવારે નવ વાગે મારી દુકાનની બાજુમાં આવેલી કનૈયાબેગ દુકાન ચલાવત કનૈયાભાઇને મને ફોન આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા હુ દોડી આવ્યો હતો અને જોયુ તો મારી દુકાનનો આગળનો સટરનો ભાગ જેતે બંધ હાલતમાં હતો પરંતુ દુકાનની પાછળની દિવાલમાં કોઇ ઇસમોએ કોઇ સાધન વડે દિવાલમાં મોટુ બોકારુ પાડેલુ હતુ. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. અંદર જઇને જોતા દુકાનની અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. શો રૂમના ડિસ્પ્લે સોકેશ ઉપર મુકેલ અલગ-અલગ કંપનીના અલગ-અલગ મોડેલના મોબાઇલો તથા એસેસરીઝ,સ્માર્ટ વોચ સહિત ગાયબ હતુ. ત્યારબાદ ભાટીયા કંપનીના માલિક અને કંપનીના વાઇઝ પ્રેસીડન્ટને આ ચોરી બાબતની જાણ કરવામાં આવી હતી. અજાણ્યા ઇસમોને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

(9:03 pm IST)