Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાઢ ધુમ્‍મસમાં જોવાની ક્ષમતા ઘટી જતા વાહનચાલકોએ સાવધાનીપૂર્વક ઓછી ઝડપે વાહન ચલાવવું હિતાવહ

અકસ્‍માત ન થાય તે માટે કામધંધે જતા લોકોએ સમય પહેલા ઘરેથી નીકળવુ જોઇએ

અમદાવાદઃ શિયાળામાં વાતાવરણમાં પલટો આવતા ઘણી વખત ધુમ્‍મસ છવાઇ જતુ હોય છે. આવા સમયે વાહન ચાલકોની જોવાની ક્ષમતા ઘટી જતી હોય છે. વાહન ચાલકોએ વાહન ધીમે અને સાવચેતીપૂર્વક ચલાવવુ જોઇએ જેથી અકસ્‍માત નિવારી શકાય છે.

સામાન્ય દિવસોની સરખામણીએ શિયાળામાં સતત મૌસમ બદલાયા કરે છે. શિયાળામાં ક્યારેક છાવ ક્યારેક ધૂપ જેવું વાતાવરણ રહે છે. શિયાળામાં ઘણીવાર સાવ વાદળછાયું વાતાવરણ પણ બની જાય છે. અને સુર્યનારાયણ સાવ સંતાઈ જાય એવું પણ થાય છે. આ ઉપરાંત શિયાળામાં સૌથી ખતરનાક હોય છે વહેલી સવારનું ધુંધળું વાતાવરણ. શિયાળામાં વહેલી સવારે ઘણીવાર ગાઢ ધુમ્મસ જોવા મળતી હોય છે. આવી સ્થિતિમાં વિઝિબિલિટી બિલકુલ ઘટી જાય છે. ગાઢ ધુમ્મસના કારણે જોવાની ક્ષમતા એકદમ ઓછી થઈ જાય અને રસ્તા પર કંઈ દેખાતું નથી. જેને કારણે ખાસ કરીને વાહનચાલકોને ખુબ મોટી મુશ્કેલી ઉભી થાય છે. આ ઝીરો વિઝિબિલિટીમાં વાહન ચલાવવું એક ખુબ જ ભયાનક અકસ્માત કે મોતને નોતરું આપવા સમાન છે.

શિયાળામાં સાવધાની સાથે મુસાફરી કરવી જોઈએ. કારણકે, ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે રોડ એક્સિડન્ટ થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. ત્યારે શિયાળામાં વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ... શિયાળામાં રસ્તા પર નીકળતા હોઈએ ત્યારે આપણી નાનકડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે ઘરેથી બહાર જતા સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને ધુમ્મસ હોય તે દરમિયાન. કેમ કે, આ સમયે સૌથી ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ધુમ્મસમાં ગાડી ચલાવતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાનઃ

    જ્યારે તમે ઘરેથી બહાર જાવ છો ત્યારે એવું ધારીને જવું કે ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી હશે નહીં.

    ધુમ્મસમાં જો બાઈક અથવા કારથી જઈ રહ્યા છો તો તમારી ગાડીની હેડલાઈટને અપર મોડ પર રાખો.

    ધુમ્મસમાં ગાડી ચલાવતા સમયે તમારી બાઈક અથવા કારની સ્પીડ 40 કિમીથી વધારે ન હોવી જોઈએ.

    ધુમ્મસમાં વધારે સ્પીડમાં ગાડીને રોકવી મુશ્કેલ હોય છે, જેના કારણે સામે આવતી ગાડી સાથે અકસ્માત થઈ શકે છે.

    ઘરેથી બહાર જતા સમયે એ સુનિશ્ચિત કરો કે કાર અને બાઈકની તમામ લાઈન ઓન રાખવી.

    બાઈક ચલાવતા સમયે ખાસ કરીને બ્રેક લાઈટ અને ઈન્ટિકેટરનો ઉપયોગ કરવો.

    ધુમ્મસમાં કાર અથવા બાઈક ડ્રાઈવ કરતા સમયે પાર્કિંગ લાઈટ પણ ચાલુ રાખવી. તેનાથી આગળ અને પાછળથી આવતી ગાડીના ડ્રાઈવરને તમારી ગાડી જોવામાં સરળતા રહે છે.

    કારમાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવવો જરૂરી છે. ખાસ કરીને ટ્રક અને ટ્રેક્ટર પર હોવો જોઈએ. કારણ કે આ લોડિંગ વાહનોમાં સામેલ છે અને ગમે ત્યાં પાર્ક કરવામાં આવે છે. જો આ વાહનો પર બેલ્ટ હશે તો બાઈક અને કાર ડ્રાઈવરને સરળતાથી દેખાઈ શકે છે.

    જો તમે ઓફિસ, દુકાન ખોલવા કે બીજા કામ માટે સવારે જઈ રહ્યા છો તો આ માટે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે.

    ઓફિસ પહોંચવા ઉતાવળ ન કરશો. જો સમય પહેલાં ઘરેથી નીકળી જશો તો રશ ડ્રાઈવિંગ નહીં થાય. તેનાથી અકસ્માતનું જોખમ પણ ઓછું થઇ જશે.

    ધુમ્મસ વખતે બાયપાસ, સુપર-કોરિડોર કે નેશનલ હાઈવે પર કાર ચલાવતા સમયે આપણને લેન સિસ્ટમ વિશે જાણકારી હોવી જોઈએ.

    જો તમે થ્રી લેન રોડ પર કાર ચલાવી રહ્યા છો તો ખબર હોવી જોઈએ કે કઈ લેન પર કઈ કાર ચલાવવી જોઈએ.

    લેન 1 ટ્રક કે મોટી કાર માટે હોય છે. તેમાં ડ્રાઈવરએ માનીને ચાલે છે કે આ લેણ પર બીજું કોઈ વાહન નહિ આવે.

    આ સમયે આ વાહનોની ઝડપ 80 કિમી હોય છે. લેન-2 પર કાર ચલાવવી જોઈએ, તેની સ્પીડ 40થી 60 કિમી સુધીની રાખવી જોઈએ અને લેન-3 જે રસ્તાની લેફ્ટ બાજુએ હોય છે ત્યાં બાઈક જે ટુ-વ્હીલર ચલાવવા જોઈએ. તેની સ્પીડ 40થી વધારે ના હોવી જોઈએ.

    શિયાળામાં રનિંગથી ફિટનેસ વધારી શકાય છે, પરંતુ ખોટી રીત તમને નુકસાન પહોંચાડી શકે છે.

કાર ચલાવો છો તો આટલું જાણી લોઃ

નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, ધુમ્મસ દરમિયાન જો તમે કારમાં સફર કરી રહ્યા છો તો સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન હંમેશાં રશ ડ્રાઈવિંગથી બચવું જોઈએ. હેડલાઈટ હંમેશાં અપર સાઈડ પર ચાલુ રાખવી જોઈએ, જો ઓવરટેક કરી રહ્યા છો તો અપર મોડનો ઉપયોગ કરો. જો સામેથી કોઈ કાર ક્રોસ કરી રહ્યા છો તો હેડલાઈટ ડીપર કરો. ઘણીવાર હાઈવે પર મોટા વાહનો અપર-ડીપર ઈન્સ્ટ્રક્શન સમજે છે. તેમને ઘણીવાર હોર્ન સંભળાતા નથી. આ ઉપરાંત જ્યારે આપણે હાઈવે પર સફર કરીએ છીએ ત્યારે લેન સિસ્ટમનું પાલન કરવું જોઈએ. કારમાં બેસતી વખતે સીટ બેલ્ટ અવશ્ય ફેરવો, જેથી પાવર બ્રેક મારવામાં સરળતા રહે.

બાઈક ચલાવો છો તો આટલું જાણી લોઃ

નિષ્ણાતના જણાવ્યા મુજબ, જો તમે બાઈક પર જઈ રહ્યા છો તો હેલમેટ અને ગ્લવ્ઝ ચોક્કસ પહેરો. ઘરેથી સમયસર નીકળો જેથી રશ ડ્રાઈવિંગ ના કરવું પડે. ગાડીની સ્પીડ સ્લો રાખો અને રોડની લેફ્ટ સાઈડમાં ચલાવો. મોટા વાહનોને ઓવરટેક ના કરવું. આ ઉપરાંત ટર્ન લેતા સમયે ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા રહો.

(5:32 pm IST)