Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આલેલે… ‌કોંગ્રેસ નેતાએ પેપર ફુટયા બાદ સીએમ વ્‍હોટસએપ હેલ્‍પલાઇનમાં કર્યો મેસેજ

જયાં સુધી ૧૮ર બેઠકો ન આવે ત્‍યાં સુધી પેપર લીક કરતા રહેજોઃ પરાગવાની

અમદાવાદઃ જુનીયર કલાર્કનું પેપર ફુટયા બાદ કોંગી નેતાએ સીએમ વોટસએપ હેલ્‍પ લાઇનમાં મેસેજ કર્યો હતો. સુધી ૧૮ર સીટ ન આવે પરીક્ષા રદ કરજો.

182 સીટ ના આવે ત્યાં સુધી આ રીતે જ પેપર લીક કરતા રહેજો.આ મેસેજ મુખ્યમંત્રીને કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યો છે.ગુજરાતમાં રવિવારના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાને કારણે પરીક્ષાના થોડા કલાકો અગાઉ જ પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓમાં ભારે રોષજોવા મળ્યો હતો તો બીજી તરફ આ મામલે વિપક્ષે પણ સરકારને બાણમાં લીધી છે. આપ અને કોંગ્રેસ દ્વારા નિવેદનો, ટવીટ, અને સોશિયલ મીડિયા માધ્યમથી પેપર લીક મુદ્દે સરકારની ટીકા કરી છે.

 

પેપર લીક થયા બાદ વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરી છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા સ્ટેટ કોર્ડીનેટર પરાગ વાજા દ્વારા શુભેચ્છા પાઠવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓએગુજરાત સી એમ ઓફિસના whatsapp હેલ્પલાઇન નંબર પર મેસેજ કર્યો હતો. જેમાં તેઓએ સરકાર સામે આડકતરી રીતે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જ્યાં સુધી 182 સીટ ના આવે ત્યાં સુધી આ રીતે જ પેપર લીક કરતા રહેજો. અને આવીજ પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ. અને ફરી એક પરીક્ષા રદ કરવા બદલ અભિનંદન આ પ્રકારનો મેસેજ તેઓએ cm હેલ્પલાઇન નંબર પર કરી સરકારની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષા લીક થાય છે. શા માટે? કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થયું છે. આ સાથે જ રાજ્યના AAPના વરિષ્ઠ નેતા ઇસુદાન ગઢવીએ પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ સિસોદિયાએ પણ દાવો કર્યો હતો કે છેલ્લા 12 વર્ષમાં આ 15મી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે પ્રશ્નપત્ર લીક થવાને કારણે રદ કરવામાં આવી છે. સરકાર કડક પગલાં લેવાનો દાવો કરે છે, પરંતુ મુખ્ય ગુનેગારો પકડાયા નથી, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.સરકાર રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પેપર લીક કેસમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અને અત્યાર સુધીમાં 15થી વધુ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.

(11:03 pm IST)