Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

૩ કરોડની ખંડણી બાદ ૧ કરોડ લીધાઃ ખંડણીની રકમનાં ભાગ પડે તે પહેલાં આઠેય કુખ્યાત અપરાધીઓ પોલીસના સકંજામાં

સુરતના જાણીતા પરિવારના પુત્ર કોમિલના ચકચારી અપહરણ મામલે પોલીસ કામગીરી પર ગૃહ વિભાગ આફ્રિન એક લાખનું ઇનામ જાહેર : સીપી અજયકુમાર તોમરની રણનીતિ મુજબ એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એસીપી રાજેન્દ્ર સિહ સરવૈયા ટીમ દ્વારા અશકય ને શકય કરી બતાવ્યું

રાજકોટ તા.૩૦, સુરતમાં ખૂબ જ જાણીતા પરિવારના પુત્ર કોમીલનું વહેલી સવારે ખંડણી માટે થયેલ અપહરણનો પર્દાફાશ થવા સાથે આરોપીઓ દ્વારા પ્રથમ ૩ કરોડ અને તે બાદ એક કરોડ પોલીસ ની જાણ બહાર મેળવી તેમના ભાગ પાડે તે પહેલાં કઇ રીતે ઝડપાઇ ગયા તેની સિલસિલા બધ કથા સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વર્ણવાયેલ હતી. સુરત પોલીસની અદભૂત કામગીરી ધ્યાને લઇ ગૃહ મંત્રાલય દ્વારા ૧ લાખના ઇનામની જાહેરાત થયેલ છે.                        

 

 સુરતના પોશ વિસ્તાર ઘોડ દોડ પર રહેતા અનવર અલી દૂધ વાળના પુત્ર કીમિલ જીમ જવા માટે નીકળ્યા હતા તેવા સમયે તેના બાઈક સાથે વહેલી સવારે કાર ટકરાવી તેનું અપહરણ કરી ખંડણી માગવાનું શર કરેલ.       

 ત્રણ કરોડ થી શરૂઆત કરી અંતે એક કરોડમાં સમાધાન કરેલ.ત્યારબાદ ઉમરા પોલીસ મથકના પીઆઇ કુલદીપસિહ ઝાલા જાણ થવા સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમરને જાણ થતાં બનવાની ગંભીરતા સમજી તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના એડી.સીપી શરદ સિંધલ ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ આવા અનેક અપરાધીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSના કાર્ય કાળથી સાંપડવી ચૂકેલ અને તાજેતરમાં જ જેમને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો છે તેવા એસીપી રાજેન્દ્રસિંહ સરવૈયા ટીમ કામે લાગી હતી. 

 ટેકનિકલ સરવેલન્સ આધારે આરોપીઓ સુરતના કિમ વિસ્તાર આસપાસ હોવાનું ફલિત થતાં વિવિધ ટીમો કામે લગાડવામાં આવી હતી.  

 આરોપીઓ દ્વારા થતી ખંડણીની માગણી સંદર્ભે પરિવાર ડરી જતા ૧ કરોડ પોલીસ જાણ બહાર આપી જતાં અને કોય કારણોસર જેના સીસીટીવી ફૂટેજ મળતા ન હતા તેવા આરોપીઓ દ્વારા અપહરણ કરાયેલ કોમિલને કામરેજ હાઈવે પર ઉતારી દીધેલ.

 આરોપીઓ પાસે નંબર વગરની સ્કોડા કાર તથા એક બાઈક હોવાની માહિતી આધારે પોલીસ તમામ વિસ્તારોમાં નાકા બંધી કરી ચેકીંગ હાથ ધરેલ.ખંડણી રકમ મળી ગઈ હોવાથી આરોપી બિન્દાસ્ત નીકળી પડેલ. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ એસીપી તથા ઉમરા પીઆઇ દ્વારા બાતમીદારોને કામે લગાડી કાર તથા બાઇકની માહિતી પાકી હોવાની ખાત્રી બાદ કોસંબો પાસે થી ચેકીંગ દરમ્યાન  બાઈક ચાલક તથા નંબર વગરની સ્કોડા કાર ઝડપી લીધેલ.ગાડીની તલાશી દરમિયાન ખંડણી રકમ મળી આવેલ.    

 આ સાથેજ સૌરાષ્ટ્રની પ્રચલિત આગવી ઢબની સરભરા શરૂ થતાં તમામ આરોપીઓને નામ તથા કોસંબા બ્રિજ નીચે ખંડણીના ભાગ પડનાર હોવાની અને કુલ ૮ આરોપીઓ હોવાની હકીકત આધાર પોલીસ દ્વારા તમામને ઝડપી લેવામાં આવેલ.  

  પોલીસ દ્વારા અનેક અનેક અપરાધનો જેમના પર આરોપ છે તેવા અજય ભરવાડ.   ચિરાગ યાદવ.....સોનુંગોસ્વામી તથા ફેજન ખાન અને અરવિંદ તથા ઇસ્તિયાક. અને ઈર્શાદ તથા સંતોષ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

(11:41 am IST)