Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ભરણપોષણ મેળવવા મામલે ગુજરાત હાઇકોર્ટે મહિલાને ગૃહમંત્રાલય સમક્ષ અરજી કરવા કહેણ

છેલ્લા 23 વર્ષથી ભારણપોષણની રકમ નહિ મળતા અને પતિ અમેરિકા રહેતા જતા અરજી : ગૃહ મંત્રાલય ભારત અને અમેરિકા વચ્ચે 2001 થયેલી સંધિ પ્રમાણે પતિ સામે કાર્યવાહી કરી શકે

અમદાવાદ : પતિ તરફથી છેલ્લા 23 વર્ષથી ભરણપોષણની કોઈ જ રકમ ન મળતા અને પતિ અમેરિકા જતા રહેતા ભરણપોષણ મેળવવા માટે દાખલ કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે મહિલાને ગૃહ મંત્રાલય સમક્ષ અરજી કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલય ભારત અને અમેરિકા વચ્ચે 2001 થયેલી સંધિ પ્રમાણે પતિ સામે કાર્યવાહી કરી શકે છે.

  ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. અરજદાર મહિલા સોનલ પટેલને છેલ્લા બે દાયકાથી વધુ સમય સુધી તેમના પતિ જીતેન્દ્ર પટેલ તરફથી ભરણપોષણની કોઈ જ રકમ મળી નથી. કોર્ટે નોંધ્યું કે પતિ દ્વારા કોર્ટના આદેશને માન્ય નથી અને આજ દિવસ સુધી ભરણપોષણમાં પત્નીને કંઈપણ ચૂક્યું નથી. પતિ અને તેમના પરિવારજનો દ્વારા પણ એડ્રેસ સહિતની યોગ્ય માહિતી આપી ન હોવાની કોર્ટે નોંધ લીધી હતી

   વર્ષ 2003માં અમદાવાદની ગ્રામ્ય કોર્ટે પતિને તેમની પત્નીને 1.50 લાખ રૂપિયા મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સામે પતિ દ્વારા 2004માં ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપતા પતિને 10 લાખ રૂપિયા ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. તેનું પણ પતિ દ્વારા પાલન કરવામાં આવ્યું નહિ. વર્ષ 2008માં ગુજરાત હાઇકોર્ટે પતિ દ્વારા દાખલ કરાયેલી ફર્સ્ટ અપીલ ફગાવી દીધી હતી

  બંને વર્ષ 1992માં લગ્ન કર્યા હતા. પતિ ગ્રીનકાર્ડ ધારક હોવાથી લગ્ન પછી અમેરિકા જતાં રહ્યાં હતાં. બંને વચ્ચે દામ્પત્ય જીવન યોગ્ય ન ચાલતા પત્ની દ્વારા 1997માં ભરણપોષણ અને છુટાછેડા માટે અરજી કરાઈ હતી

(11:06 pm IST)