Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વડોદરામાં કાર ભડભડ સળગી ઉઠીઃ ૫ વ્યકિતનો બચાવ

વડોદરાઃ વડોદરા નજીક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે પ વ્યકિતનો બચાવ થયો હતો.

શહેરના ફતેગંઝ બ્રિજ ઉપર આજે સવારે એક કાર ભડભડ સળગી ઉઠી હતી. આ ગાડીમાં પાંચજણા સવાર હતા. આ પાંચેય જણાનો આબાદ રીતે બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યુ હતુ અને બચાવ કામગીરી તેમજ ગાડીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

(7:28 pm IST)