Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ડેડીયાપાડા તાલુકાના 5 થી વધુ ગામોમાં બસ સેવા વધારવા રાજપીપળા ડેપો મેનેજરને રજુઆત

ડેપો સત્તાધીશોએ ત્યાંના રસ્તાનું સર્વે કરી દસેક દિવસમાં બસ સેવા શરૂ કરવા ખાતરી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં વાંદરી ગામ સુધી દિવસના 2 રૂટની બસ સુવિધા ચાલુ કરવા બાબતે આજે ગ્રામજનોએ રાજપીપળા એસટી ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે.
 રજુઆતમાં જણાવ્યા મુજબ અત્યારે ડેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના કણજી, વાંદરી, માથાસર, ડુંડામાલ,ડુમખલ વિસ્તારના ગામોમાં અંદાજિત 7400 જેટલી વસ્તી રહે છે. આ વિસ્તાર ના સ્થાનિક ખેડૂતો મહિલા બહેનો,ભણતા વિધ્યાર્થીઓ સ્થાનિક વેપારીઓ સહિત મજૂર શ્રમિકોને 45 થી 55 કિલોમીટર દૂર ડેડીયાપાડા,રાજપીપળા,અંકલેશ્વર સુધી જવા માટે કોઈ બસ ની સુવિધા ઉપલબ્ધ નથી.તેથી આ સુવીધા ચાલુ થાય તે હેતુથી ‘ નેચરલ વિલેજ ગુપ - નર્મદા,ગ્રુપ ગ્રામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તો ખુલ્લો કરવાનું સમારકામ પૂર્ણ કરેલ હોય માટે આ વિસ્તારમાં સવારે 8.30 અને બપોરના 2.30 વાગ્યાના સમયે ડેડીયાપાડાથી વાંદરી ગામ- સુધી બસ ચાલુ થાય તેવી  ગ્રામજનો અને ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે

(11:14 pm IST)