Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની વાતે અનેક અટકળો

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યાની વાતે રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ :નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપવા હું મક્કમ છું : મનસુખભાઇ વસાવા

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યાની વાતે ભરૂચ,નર્મદા સહિતના રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે મનસુખ વસાવાએ રાજીનામુ અપાતા તેમના પત્રમાં જણાવ્યુ કે ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી. મારી ઘણા સમયથી તબિયત ખરાબ રહે છે મારા નજીક ના મિત્રો પણ એ જાણે જ છે.મેં આ મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.માટે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવા માટે પ્રયાસ કરે જ છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ હું ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ.હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીમાં હું પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ.જો પાર્ટી મારુ રાજુનામું નહિ સ્વીકારે તો મારું રાજુનામું સ્વીકારવા હું પાર્ટીને સમજાવીશ.હું મારી ભાજપની વિચારધારા આજીવન નહિ છોડું. હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું.

(11:03 pm IST)