Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બનાસકાંઠા જિલ્લાના ભાભરના ખારા ગામના પાટિયા નજીક કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવાર સહીત કાર ચાલક સાથે અન્ય ત્રણના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

બનાસકાંઠા:જિલ્લાના ભાભરના ખારા ગામના પાટીયા પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇકમાં સવાર બે લોકો અને કાર ચાલક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું છે. સ્વિફટ ગાડીના ચાલક અને ખારા ગામના ત્રણ યુવાનોના મોતને લઇ પંથકમાં માતમ છવાયો છે. સ્વીફટ ગાડી ડીસાના આખોલની અને બાઇક ખારા  ગામનું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્ત લોકોને સાવર માટે ભાભર અને દિયોદર હોસ્પિટલમાં ખસેડાયા વધુ સારવાર માટે પાટણ રીડર કરવામાં આવ્યા છે. અકસ્માતમાં બાઇકનું આગળનું વ્હીલ તુટીને અલગ થઇ ગયું હતું. તરફ વળાંકમાં બાઇક સાથે ટક્કર બાદ કાર રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઇ હતી. ઝાડ સાથેની ટક્કર બાદ કારના બોનેટનો ભુક્કો બોલી ગયો હતો

ગઇકાલે મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં ખારા ગામના દેવાભાઇ મલાભાઇ ચૌધરીએ કારચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. જેમા રાત્રે બેફામ કારચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી બાઇચાલકને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી પોતે પણ મરણ જઇ ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ ભાભર પોલીસે કારચાલક સામે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)